રાજકોટ જિલ્લાની ૪૫૦ ખાનગી શાળાઓના વિદ્યાર્થીને એક જ પ્લેટફોર્મ મારફતે ઓનલાઇન શિક્ષણ આપવા શિક્ષકો સજ્જ
શાળાઓ શરૂ યા બાદ વિદ્યાર્થીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે અઠવાડિયામાં ૩ દિવસ રોટેશન મુજબ બોલાવવા વિચારણા શરૂ
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દેશભરની શાળા-કોલેજો બંધ હોય, ભણાવવાની કામગીરી બંધ છે જો કે મોટાભાગની શાળાઓ દ્વારા વિદ્યાર્થી ઘરે બેઠા ભણી શકે તે માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બીજીબાજુ લોકડાઉનમાં પણ ઘણીખરી શાળાઓ દ્વારા નવા સત્રની ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ મળી હતી. જો કે આ મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સપષ્ટતા કરવામાં આવી છે કે, જે કોઈ શાળાએ નવા સત્રની ફી ઉઘરાવા માટે વાલીઓને દબાણ કર્યું છે તે ઉચિત ની અને આવી શાળાઓને ફી ન ઉઘરાવા માટે સૂચના આપી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓમાં ફી ના પ્રશ્નોનોના અંગે વાલીઓમાં અનેક ગેરસમજો ફેલાઈ હતી. આ મહામારી ચેપી હોવાી અન્ય લોકોમાં સંક્રમિત ન થા ય તે માટે હાલ શાળાઓ પણ બંધ છે. રાજ્યની મોટાભાગની શાળાઓ દ્વારાઓ હાલ એજ્યુકેશન આપવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થી અને વાલીઓની આ પરિસ્થિતિ માં ફી માફી આપવી અને આવી ઘણી અયોગ્ય બાબતો અમુક લોકો અને સંગઠનો દ્વારા પેપરમાં સોશિયલ મીડિયામાં વહેતી ઈ હતી જો કે આ મામલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જણાવામાં આવ્યું છે કે, હાલની આ પરિસ્થિતિ માં કોઈપણ સ્કૂલ ફી ભરવા વાલીઓને આદેશ ના કરે અને દબાણ ના કરે જો કે સ્વનિર્ભર શાળાઓને આત્મનિર્ભર ભરવા સક્ષમ વાલીઓ નવા સત્રની ફી ભરી શકે તેમ હોય તો ચોક્કસ થી ફી ભરે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં શાળાઓ સંપૂર્ણ પણે બંધ હોય વિદ્યાર્થી ઘરે બેઠા જ ભણવાની પ્રવૃત્તિ સો જોડાયેલા રહે તે માટે સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા એક એપ્લિકેશન બનાવવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે જેી એક જ પ્લેટફોર્મ મારફત તમામ ખાનગી શાળાના વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ ઘરે બેઠા જ મેળવી શકે. અને જ્યારી શાળાઓ શરૂ થા ય ત્યારે કોરોનાનો ચેપ બાળકોમાં ના ફેલાય તે માટે સોશીયલ ડિસ્ટન્સ રહે તેવા આયોજન અંગે વિચારણા પણ શરૂ કરી દેવાઈ છે. વિદ્યાર્થીને અઠવાડિયામાં માત્ર ૩ જ દિવસ બોલાવી એક બેન્ચ પર એક વિદ્યાર્થી ભણી શકે તેવું સુચારુ આયોજન કરવામાં આવશે.
શાળાઓ વાલીઓને ફી ભરવા દબાણ ના કરે: ડીઈઓ
છેલ્લા ઘણા સમયી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફી ભરવા મુદ્દે જણાવવામાં આવી રહ્યું હતું જો કે આ મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ’અબતક’ સોની વાયચીતમાં જણાવ્યું હતું કે, શહેરની ૨ થી ૩ શાળાઓ વાલીઓને ફી ભરવા મુદ્દે મેસેજ કરી રહી હતી આ બાબતે ફરિયાદો પણ મળી હતી જો કે આવી શાળાઓને ફી ન ઉઘરાવવા માટે સૂચન કરી દેવાયુ છે અને ફી ના મુદ્દે વાલીઓએ ગભરવવાની જરૂર ની. જે શાળાઓએ ફી ભરવા સુચન કર્યું હતું તેઓને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્પષ્ટ નોટીસ આપવામાં આવી છે.
શાળાઓને પણ ર્આકિ સંકટમાં વાલીઓના સહયોગની જરૂર: જતીન ભરાડ
ભરાડ સ્કુલના ટ્રસ્ટી જતીન ભરાડે ’અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના કપરા સમયમાં શાળાઓ પણ ર્આકિ સંકટમાં મુકાઈ છે ત્યારે વાલીઓના પુરા સહયોગની જરૂર છે. લોકડાઉનના કારણે હાલ ધંધા રોજગાર ઠપ્પ છે ત્યારે જે સક્ષમ વાલીઓ છે તે નવા સત્રની ફી ભરે તે જરૂરી બન્યું છે. ભલે શાળાઓમાં શેક્ષણિક કાર્ય બંધ હોય પરંતુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓને અમારે પણ પગાર ચૂકવવાનો થા ય છે તો આવી પરિસ્થિતિ માં જે વાલીઓ ફી ભરી શકે છે તે વાલીઓ પૂરો સહયોગ આપે અને ફી ભારે. બીજીબાજુ જે સક્ષમ ની તેને ફી ભરવા પર કોઈ જ દબાણ ની.
વિદ્યાર્થીને ઓનલાઇન યોગ પણ શીખવવામાં આવે છે: ડી.વી.મહેતા
જીનિયસ સ્કૂલના ટ્રસ્ટી ડી.વી.મહેતાએ ’અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનમાં હાલ શેક્ષણિક પ્રવૃત્તિ બંધ છે અને કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીને હાલ ઘરે બેઠા જ શિક્ષણ પીરસાય રહ્યું છે ત્યારે આ સમયમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ વિદ્યાર્થીને ઘરે બેઠા શિક્ષકો દ્વારા ઓનલાઈન યોગા કલાસ અને આવા સમયમાં આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખવું તેના પણ કલાસ લેવામાં આવી રહ્યા છે અને ખાસ તો ફીની વાત છે તો આવા કપરા સમયમાં ફી ઉઘરાવવી તે ઉચિત નથી એટલે જ્યારે નવું સત્ર શરૂ થા ય ત્યારબાદ જ તમામ શાળાઓ દ્વારા ફી ઉઘરાવવામાં આવે તેવું મારૂં માનવું છે.
આગામી ૨ માસ ખાનગી શાળાના વિદ્યાર્થી ઓનલાઇન એજ્યુકેશન મેળવશે: અજય પટેલ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે ’અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ ને જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી ૨ માસ સુધી સ્કૂલ શરૂ નહીં કરી શકાય ત્યારે વિદ્યાર્થી ઘરે બેઠા ભણવાની પ્રવૃત્તિ સો જોડાયેલા રહે તે માટે ખાનગી શાળાઓ દ્વારા એક જ પ્લેટફોર્મ હેઠળ તમામ બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવશે અને થોડા દિવસો પહેલા ફી ઉઘરાવવાની ફરિયાદો મળી હતી તો જે શાળાઓએ આવી પરિસ્થિતિ માં પણ ફી ઉઘરાવવા માટે વાલીઓને દબાણ કર્યું છે તો તે વાત ખૂબ જ નીંદનીય છે અને આવી શાળાઓને ફી ના ઉઘરાવવા માટે સૂચન કરાયું છે.