લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વર્કિંગ કેપિટલ, લોજિસ્ટિક કોસ્ટિંગ સહિતના પ્રશ્ને પણ સરકાર દ્વારા પ્લાન ઘડી કઢાશે

દેશનું ઉધોગજગત નાના, માધ્યમ અને લઘુ ઉદ્યોગને આધારિત છે. આત્મનિર્ભરતાના પાયામાં પણ એમએસએનઇ સેકટર સમાયેલું છે ત્યારે આત્મનિર્ભર યોજના નાના ઉદ્યોગકારોની ફસાયેલી રકમમાં મદદરૂપ બનશે.

એમએસએમઇ સેકટરનો વર્તમાન પાયાનો પ્રશ્ન વર્કિંગ કેપિટલનો છે વર્કિંગ કેપિટલ અત્યારે વિવિધ સેક્ટરમાં ફસાયેલી હોવાના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો મૂંઝાઈ રહ્યા છે. જેના પરિણામે નાના ઉદ્યોગોની ફસાયેલી રકમમાં મદદરૂપ સરકાર થશે. સરકાર દ્વારા આવી મુશ્કેલીઓને ઉકેલવા માટે નવા ધારાધોરણો અને પ્લાન ઘડી કાઢવામાં આવશે.

ગત મે મહિનામાં આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને સહાય આપવાનો નિર્ણય લીધો હતો. જે માટે રૂપિયા ૨૧,૦૦૦ કરોડ ની ફાળવણી છેલ્લા સાત મહિનામાં કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો ની મૂડી ક્યાંકને ક્યાંક ફસાઈ ગઈ છે. પરિણામે તરલતા એકદમ અટકી ગઈ છે. ત્યારે સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો કારોની ફસાયેલી રકમ બહાર કઢાવવા મદદરૂપ બનશે.

ભારત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી ફલળ દરમિયાન આ મંત્રી નીતિન ગડકરીએ વર્કિંગ કેપિટલ માટે નવા પ્લાન ઘડી કાઢવાની જાહેરાત કરી હતી.

ગ્રામીણ અર્થતંત્રને સધ્ધર બનાવવા પ્રયત્ન

ગ્રામ્ય અર્થતંત્ર માટે રૂપિયા ૮૦ હજાર કરોડથી લઈ રૂપિયા પાંચ લાખ કરોડની ફાળવણી થી મોટા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ માટે દેશના ૧૧૫ જિલ્લાઓને ફોકસમાં રાખવામાં આવશે.

લોજીસ્ટિક કોસ્ટ ઘટાડવાનો લક્ષ્યાંક

ઉદ્યોગ માટે લોજિસ્ટિક કોસ્ટનું મહત્વનું પાસુ છે. વર્તમાન સમયે ભારતમાં લોજિસ્ટિક કોસ્ટ પાછળ ૧૮ ટકા જેટલી રકમ વપરાઈ જાય છે. જ્યારે ચીનમાં ૧૦% અને યુરોપમાં ૧૨ ટકા જેટનો ખર્ચ લોજીસ્ટિક પાછળ થાય છે. જેથી ભારતમાં ઈંધણની અંદર ઇથેનોલ મિશ્રણ કરવાની રજૂઆત થઈ છે સરકાર પણ આ મામલે તબક્કાવાર આગળ વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.