ભારતીય એરફોર્સની તાકાતથી દુનિયા આખી સ્તબ્ધ: એચએએલ સાથે એરફોર્સના ૮૩ તેજસ યુદ્ધ વિમાનો ખરીદવાનો કરાર
૧૩માં એરો ઈન્ડિયા-૨૦૨૧ શોની આજથી બેંગલુરુ શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો એર શો ખુબ જ ખાસ છે. કારણ કે તેમાં ભારત પોતાની તાકત આખી દુનિયાને દેખાડવા જઈ રહ્યું છે. ભારતના ઘર આંગણે વિકસીત કરવામાં આવેલા તેજસ યુદ્ધ વિમાનથી લઈને અનેક સ્વદેશી હથિયારો આ એર શોમાં સિંહ ગર્જના કરી રહ્યાં છે.
એરશોમાં પહેલા જ દિવસે એચએએલ સાથે એરફોર્સના ૮૩ તેજસ યુદ્ધ વિમાનો ખરીદવાનો કરાર પણ થયો. આ ઉપરાંત સારંગ એરોબેટિક્સ હેલિકોપ્ટર ટીમ અને સૂર્યકિરણ ટીમે પહેલીવાર એક સાથે દમ દેખાડ્યો હતો.
કર્ણાટકની રાજધાની બેંગાલુરુ ખાતે આજથી એરો ઈન્ડિયા-૨૦૨૧ શોની શરૂઆત થઈ છે. વિશ્વમાં આત્મનિર્ભર ભારતની ઉડાન જોવા મળી રહી છે. બહાદુરી સાથે સચોટ હુમલો, પરાક્રમ સાથે આક્રમકતા અને સ્પીડ સાથે દુશ્મનો પર હુમલા સહિતની ગતિવિધિ આ ૧૩માં એરો ઈન્ડિયા-શોમાં થઈ હતી.
૫ ફેબ્રુઆરી સુધી ચાલનારા એશિયામાં આ સૌથી મોટો એરો-શોની શરૂઆત આત્મનિર્ભર રચનાથી થઈ. આ રચનામાં, ભારત તેના વિમાનોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, જે સ્વદેશી ટેકનીકથી બનાવવામાં આવ્યા છે. રશિયાની મદદથી ભારતમાં તૈયાર કરાયેલા સુખોઈ યુદ્ધ વિમાન પણ આકાશમાં ગર્જના કરાતા દેખાયા હતા.
એર શો, દર બે વર્ષે એકવાર આયોજિત કરવામાં આવે છે. જેમાં રક્ષા ક્ષેત્રથી સંબંધિત દેશ-દુનિયાની ઘણી કંપનીઓ ભાગ લે છે. આ વર્ષે નવો રેકોર્ડ બન્યો છે. કારણ કે એર શોમાં દેશ વિદેશની લગભગ ૬૦૦ કંપનીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ૧૪ દેશોની ૭૮ વિદેશી કંપની સામેલ છે. ૨૩૦ કંપનીઓ પોતાના હથિયારો અને બીજા સૈન્ય સામાનો વર્ચ્યુલી પ્રદર્શિત કરશે. એના માટે એમાં હાઈબ્રીડ-મોડ પ્રદર્શનીનું નામ આપવામાં આવ્યું છે.
તેજસ સાથે સ્વદેશી એરક્રાફ્ટે કરી હતી ઉડાન
આત્મનિર્ભર ફોર્મેશન ફ્લાઈટમાં સ્વદેશી યોદ્ધ વિમાન તેજસ સાથે ફિક્સ વિંગ અને રોટરી વિંગ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. તેમાં એચએએલએ બનાવેલા એલસીએ ટ્રેનર, એચટીટી-૪૦, આઈજેટી, એડવાંસ્ક હોક એમકે-૧૩૨ અને સિવિલ ડોંરિન્યર-૨૨૮ એરક્રાફ્ટે ઉડાન ભરી હતી.
અમેરિકાથી ૨૬ કલાકની ઉડાન ભરી ભારત પહોંચ્યુ બી-૧બી લાંસર
અમેરિકી બી-૧બી લાંસર એફક્રાફ્ટે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ વિમાને અમેરિકાના દક્ષિણ ડકોટાના એક એરબેઝથી ઉડાન બહ્રીને બેંગલુરૂ આવવામાં ૨૬ કલાકનો સમય લાગ્યો હતો.