ઉત્પાદન આધારીત પ્રોત્સાહન યોજના, ખેડૂતો માટે ખાતર અને શ્રમિક-કર્મચારીઓ સહિતનાને રાહત પેકેજમાં આવરી લેવાયા: આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાથી રોજગારીની નવી તકોનો આશાવાદ

અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે. ત્યારે ૧૧ ક્ષેત્રોમાં રૂા.૧.૪૬ લાખ કરોડની ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના માટે મહત્વની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકાર ખાતર માટે રૂા.૬૫,૦૦૦ કરોડની સબસીડી આપશે જેનાથી ૧૪ કરોડ ખેડૂતોની ફાયદો થશે. તેમજ એનઆઈઆઈએફના પ્લેટફોર્મમાં રૂા.૬૦૦૦ કરોડ ઈક્વિટીના સ્વરૂપમાં રોકશે.  એકંદરે સરકાર રૂા.૨ લાખ કરોડનું રાહત પેકેજ આપવા જઈ રહી છે.

નિર્મલા સીતારમણે આજે વધુ એક ૨ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કરતા કર્મચારીઓને મોટી રાહત આપી હતી. કોરોમા મહામારીનો સામનો કરી રહેલા લોકો અને ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓને બે વર્ષ માટે સરકાર તરફથી પીએફ આપવાની જાહેરાત કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમને કહ્યું હતું કે, રિફોર્મ માટે ભરવામાં આવેલા પગલાંના કારણે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી છે. સૌથી મોટો પડકાર કોરોના સામે લડવાનો હતો. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફરી એકવાર લાખો દેશવાસીઓને મોટી રાહત આપી હતી.

સરકારે કરેલી જાહેરાત પ્રમાણે ૧૦૦૦ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ કે કર્મચારીઓમાં નવી ભરતી કરવામાં આવેલા કર્મચારીઓનું પીએફનો તમામે તમામ ૨૪ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર સબસિડીના રૂપમાં આપશે. આ નિયમ ૧લી ઓક્ટોબર ૨૦૨૦થી લાગુ થશે. આ નિયમ અંતર્ગત લગભગ ૯૫ ટકા કંપનીઓ કે સંસ્થાનો આવી જશે. જેથી કરોડો કર્મચારીઓને તેનો લાભ થશે. આ સાથે જ જે ક્ષેત્રોમાં ભારે દબાણ છે તેમાં રોજગારીઓ પેદા કરવા પર પણ ભાર આપવામાં આવશે.

જીએસટી કલેકશનના આંકડાઓમાં સુધારો

તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યા છે. જીએસટી કલેક્શન જેના અનેક આંકડાઓમાં સુધાર જોવા મળી રહ્યું છે અને રિઝર્વ બેન્કે તે સંકેત આપ્યા છે કે ત્રીજા ક્વાર્ટરમાં જ ઇકોનોમી પોઝિટિવ જીડીપી ગ્રોથ હાંસેલ કરી શકે છે. સુસ્ત રહેલુ અર્થતંત્રને ધીમે ધીમે બુસ્ટ કરવા સરકાર પર એક્શન મોડમાં આવી ગઈ છે.

હાઉસીંગમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુ માટેની છુટ વધારીને ૨૦ ટકા કરાઈ

હાઉસીંગ સેકટરને પણ આ પેકેજથી ઘણા અંશે રાહત મળે તેવી શકયતા છે. હાઉસીંગ ક્ષેત્રમાં સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુ માટેની છુટને વધારીને ૨૦ ટકા કરાઈ છે. આ છુટ રૂા.૨ કરોડ સુધીનું મકાન ખરીદવાથી મળશે. પ્રથમ વખત મકાન ખરીદનારને આ લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.