‘રકતદાન એજ મહાદાન’ના સૂત્રને સાર્થક કરવા સોરઠીયા પરિવારનો સતત ૧રમાં વર્ષે આયોજન
ગુરુકુળના માધવપ્રિયદાસજી સ્વામીએ લોકોને આશિર્વચન પાઠવ્યા: શહેરના આગેવાનોની વિશેષ ઉ૫સ્થિતિ
સ્વ. પાંચાભાઇ રામજીભાઇ સોરઠીયાના સ્મણાર્થે મહારકતદાન કેમ્પ તેમજ પર્લ્સ વુમેન્સ હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પમાં આયોજન જયેશભાઇ સોરઠીયા દ્વારા સોરઠીયા પરિવારના વડા મવડી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
આ રકતદાન કેમ્પમાં આશરે ૧૩૦૦ થી વધુ બોટલ બ્લડ એકત્રીત કરવામાં આવ્યું હતું. ખાસ તો સમગ કેમ્પમાં રાજકોટના નામી ડો. નિશાંત ઘરસંડિયા અને ડો. જીગર એન. પટેલે બાળકોને સેવાઓ આપી હતી. ત્યારે રાજકોટના અનેક મહાનુભાવો પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. જયારે મુખ્ય મહેમાન તરીકે છાશવડી ગુરુકુળના માધવપ્રિયદાસજી વિશેષ ઉ૫સ્થિત રહ્યા હતા.
ફિલ્માર્શલ બ્લડ બેંક, રેડકોષ બ્લડ બેન્ક અને નાથાણી વોથેલેન્ટરી બ્લડ બેંક ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.
રકતદાન કેમ્પના આયોજક જયેશભાઇ સોરઠીયાએ જણાવ્યું કે, તેમના પિતાની બારમી પુણ્યતિથિ નીમેતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ જ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આ બ્લડ થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને, ગરીબ દર્દીઓને આપવામાં આવે છે. સાથો સાથ સર્વરોગ ફી નિદાન કેમ્પનું પણ આયોજન કરાય છે. સમગ્ર કાર્યનો હેતું માત્ર સેવાકીય છે. બ્લડ ને લોકો સુધી પહોચાડવા માટે તેવોનું નાપાણી બ્લડ બેંક, ફીલ્મ માર્શલ બ્લડ બેંક અને રેડકોર્ષ બ્લડ બેંક સાથે ટાયઅપ છે. તવો પોતાના લેટર પેડ પર લખીને દર્દીને આપે છે. તે લેટર પેડ તળે દર્દીને બ્લડ બેંકો રકત આપે છે.
આમ, લોકોને મદદ મળી રહે તેવા આશયથી કાર્યો કરાય છે. વધુમાં ઉમેર્યુ છે ફિ નિદાન કેમ્પમાં ૩પ૦૦ થી ૪૦૦૦ લોકો નિદાન કરાવ્યું હતું.
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે દર વર્ષે મવડી ગામના અર્ઘ્ષ વ્યકિત એવા પાંચાભાઇની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે. જેમાં દર વખતે ર૦૦૦ બોટલ જેટલું રકત એકત્રીત થતું હોય છે. ત્યારે આ કેમ્પમાં દર વખતે પાંચાભાઇની યાદ સદાય લોકો વચ્ચે રહે અને તેમનું ઉજળુ વ્યકિતત્વ ખીલતું રહે તે માટે પાંચાભાઇનાં પરિવાર જનો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે.
નરેશભાઇ પટેલે જણાવ્યું કે છેલ્લા બાર વર્ષથી રકતદાન કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે ખાસ તો યુવાનોને સંદેશ આપ્યો કે વધુને વધુ રકતદાન કરવું જોઇએ. જે લોકોને રકતની જરુર છે. તેમને સરળતાથી મળી રહે લોકોની જીંદગી રકત મળવાને કારણે ખતમ થઇ જાય છે. તો આવા લોકો માટે રકતદાન કરવું જોઇએ. જે લોકો મનમાં એવો સંદેહ છે કે રકતદાન કરવાથી નબળાઇ આવે છે તો આ વિચારણા તદ્દન ખોટી છે. રકતદાન કરવાથી શરીરમાં નવું લોહી બને છે.
ડોકટરના કહ્યા મુજબ જે વ્યકિત રેગ્યુલર રકતદાન કરતા હોય તેવોનું અકસ્માત થાય અને વધુ લોહી વહી જતું હોય છતાં તેવો કોમામાં નથી જતા. જયારે જેમણે કયારેય રકતદાન નથી કર્યુ તેમની કોમામા જવાની શકયતા હોય છે.
પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડી.કે. વાળોદરીયાએ જણાવ્યું કે, જયેશભાઇ સોરઠીયા દ્વારા રકતદાન કેમ્પ અને ફિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં જયાં સુધી આવા લોકો છે. ત્યાં સુધી સમાજને કોઇ તકલીફ નહી થાય. જે કંઇ પણ રકત
એકત્રીત થયું તેને ગરીબ દર્દીને આપવામાં આવશે. તો તેનાથી મોટું પુણ્ય કોઇ નથી. સામાન્ય રીતે લોકો મનોરંજનની વસ્તુઓ માટે લાઇનોમાં રહેતા હોય ત્યારે હાલ લોકો રકતદાન માટે લાઇનમાં ઉભા છે.
વધુમાં ફિ નિદાન કેમ્પનું જ આયોજન કર્યુ છે. તેમાં પણ ૩૦૦૦ થી વધુ લોકોએ નિદાન કરાવ્યું હતું. સમાજમાં હજુ પણ રકતદાન માટેની જાગૃતિ આવે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઇએ.
ડો. અમિત હાપાણીએ જણાવ્યું કે રકત ની જીવનમાં શું કિંમત છે. તે તો માત્ર રકતની જરુરીયાત વાળા વ્યકિત જ સમજી શકે. પરંતુ હાલ જે કેમ્પ ગરીબ લોકોની જરુરીયાતોને ઘ્યાનમાં લઇ રકતદાન કેમ્પ અને ફિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સુંદર કાર્ય છે. અંદાજે ર૦૦૦ બોટલ જેટલું લોહી જરુરીયાત મંદોને આપવામાં આવશે.
ડો. નિશાંત ઘરફશન્ડીયાએ જણાવ્યું કે તેવો કણસાગરા હોસ્૫િટલ ખાતે સેવા આપે છે. તેવો બાળકોમાં લોહીના રોગ હોય છે. કે પછી કેન્સર હોય તે માટેના નિષ્ણાંત છે. રાજકોટમાં માત્ર બેજ ડોકટર બાળકોમાં લોહી અને કેન્સરના રોગોના નિદાન તથા ઓપરેશન કરે છે. તેવો ખાસ આ કેમ્પમાં સેવા આપવા માટે આવ્યા હતા.
ભરત હજારેએ જણાવ્યું કે સ્વ. પાંચાભાઇને ૧રમી પુણ્યતિથિ નીમીતે રકતદાન કેમ્પ અને ફી નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. ખાસ તો રાજકોટમાં પ્રથમ વખત જો ડો. જન્મજાતથી ૧૦ વર્ષ સુધિીના બાળકના નિષ્ણાત છે તેવા ડો. ખાસ પધાર્યા છે. ઉ૫રાંત કેમ્પમાં નિદાન બાદ આવતા સમયમાં કોઇ ઓપરેશનની જરુરીયાત હશે તો ગરીબ દર્દીને ફ્રીમાં કરી આપવામાં આવશે.
રકતદાન કરનાર કિરણબેન હરસોળાએ જણાવ્યું કે રકતદાન કરવાથી એક અલગ આનંદ થાય છે. કારણ કે રકતદાન કરવાથી એક માનવ સેવાનું કાર્ય થાય છે. ત્યારે બ્લડ ડોનેટ કરવાથી શરીરમાં સ્કુટી આવે છે જે લોકો માને છે કે રકતદાનથી નબળાઇ આવે તો આ બાબત તદ્દન ખોટી છે.