અત્યાર સુધી ૨૫ હજારથી વધુ બોટલ રકત એકત્ર કરાયું: સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબો આપશે સેવા
સ્વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની તેરમી પુણ્યતિથિ નીમીતે મેગા રકતદાન કેમ્પ તથા પર્લ વુમન હોસ્પિટલના સહયોગથી સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું મેગા આયોજન કરાયું છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ૨૦૦૦ થી ૨૨૦૦ જેટલી બોટલ રકત એકત્રિત થવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં રકતદાન કેમ્પ થકી એકત્ર થયેલું રપ હજારથી વધુ બોટલ રકત સેવા કાર્યમાં અપાયું છે.
ગુરુવારે પર્લ વુમન્સ હોસ્પિટલના સહયોગથી આયોજીત સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનો પણ મવડી રાજકોટ ના આજુબાજુના ગામના લોકો બહોળી સંખ્યામાં લાભ લેશે. બ્લડ ડોનેશન કેમ્પ આગામી તા. ૨-૧-૨૦ ને ગુરુવાર ના રોજ બાપા સીતારામ ચોક સોરઠીયા પરિવારનો વંડો, મવડી ગામ સવારે ૮ કલાકેથી યોજાશે.
આ કેમ્પનું ઉદ્ઘાટન પ.પૂજય અપૂર્વમુનિ સ્વામી (બી.એ.પી.એસ. મંદીર) કાલાવડ રોડ રાજકોટના હસ્તે સવારે ૧૦ કલાકે થશે. આ મહા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓને જોડાવા સોરઠીયા પરિવારે અનુરોધ કર્યો છે.
જયેશભાઇ સોરઠીયા, કિશોરભાઇ સોરઠીયા, સંદીપભાઇ સોરઠીયા, જસ્મતભાઇ સોરઠીયા, ભરતભાઇ હજારે તેમજ શૈલેષ ગ્રુપના અગ્રણીઓએ જણાવ્યું કે દર વર્ષની જેમ જ આ મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં બ્લડ બેંકો જેવી કે સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક અમદાવાદ, સીવીલ હોસ્પિટલ બ્લડ બેંક રાજકોટ, નાથાણી બ્લડ બેંક, ફિલ્મ માર્શલ બ્લડ બેંક રેડક્રોસ બ્લડ બેંક ભાગ લેશે.
જયેશભાઇ સોરઠીયા જણાવે છે કે મહારકત દાન કેમ્પ, થેલેસેમીયા ગ્રસ્ટ બાળકોને દત્તક લેવા સમુહલગ્ન, ગૌશાળામાં ગાયોનું જતન, ડાયાલીસીસ ના દર્દીઓ, ગરીબ દર્દીઓને રકત ફ્રી માં આપવામાં આવે છે. વગેરે જેવા સામાજીક સેવાકીય કર્યો યોજવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. અમિત હાપાણી, ડો. મનદીપ ટીલાળા, ડો. જયેશ વાગડીયા, ડો. એમ.વી. વેકરીયા, ડો. પ્રવીણ કાનાણી, ડો. કેતન હિંગરાની સહીતના નિષ્ણાંતો તબીબો સેવા આપશે.
તેમજ નિલકંઠ ડાયગ્નોલોજીસ્ટના ડો. પ્રતિક દ્વારા વિનામૂલ્યે દર્દીઓના જરુરી રિપોર્ટ કાઢી અપાશે. આ કેમ્પમાં ર૦૦૦ થી વધુ રકત એકત્ર થશે તેવી આશા આગેવાનોએ વ્યકત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, પાંચાભાઇને કોઇ ભુલી શકતું નથી. તેમણે લોકો માટે ઘણા સેવા કાર્યો કર્યા હતા. હજુ ૧૦૦ વર્ષો સુધી સેવા કાર્ય કરવાની ઇચ્છા આગેવાનો વ્યકત કરી હતી.