- ઉદ્યોગપતિ ગૌતમ ધમસાણીયાના નિવાસ સ્થાને ભરતભાઈ-આલાપ બારાઈએ પરસોતમ રૂપાલાનું કર્યું સ્વાગત
રાજકોટના સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને પાટીદાર અગ્રણી પુરુષોતમભાઈ રૂપાલાની પસંદગી થતાં તેવો દ્વારા વિવિધ ક્ષેત્રના લોકોની શુભેચ્છા મુલાકાતની શૃંખલામાં અગ્રણી યુવા ઉધોગપતિ, અનેક વિધ સામાજિક, વ્યાપારિક એસો. સાથે સંકળાયેલા, સ્વ.બચુભાઈ ધમસાણીયા પરિવારના ગૌતમભાઈ, પરેશભાઈ અને પંકજભાઈનાં નિવાસ્થાનની મુલાકાત લીધી હતી, જયા તેમને ઉષ્માભર્યો આવકાર અપાયો હતો.
ઉકત પ્રસંગે દ્વારકા ઓખાના અગ્રણી અને ભારતીય જનતા પક્ષની ટોચની નેતાગીરીની સાથે પુરુષોત્તમભાઈ રૂપાલા સાથ સ્વ મનસુખભાઈ બારાઈના ધનિષ્ઠ સંબઘો અંતર્ગત સ્વ મનસુખભાઈના પુત્ર ભરતભાઈ તથા તેમના પૌત્ર અને વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વેસ્ટનાં પ્રમુખ આલાપ બારાઇ પણ તેમને મળી ભગવાન દ્વારકાધીશની છબી અને ઉપરણા દ્વારા સ્વાગત કરેલ. આ પ્રસંગે પુરુષોત્તમભાઈ રૂપાલા સ્વ મનસુખભાઈ બારાઇને યાદ કરી તેમની સાથેના સંસ્મરણો વર્ણવેલા.તેઓએ જણાવેલ કે રાષ્ટ્રપતિ કે નરેન્દ્રભાઇ સાથે સીધા સંબંધો હોવા છતાં દ્વારકા જતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરની લાગણીપૂર્વક મહેમાન ગતી કરતા અને આજે પણ સહુ તેમના ગુણો યાદ કરી તેમને ભૂલ્યા નથી.
વિશેષમાં પુરષોત્તમભાઈ રૂપાલા દ્વારા સ્વ. મનસુખભાઈની ભારતીય જનતાપાર્ટીનાં સમર્પણ ભાવની રસપ્રદ યાદી વર્ણવતા જણાવેલ કે, ચૂંટણી સમયે કોઈપણ ઉમેદવાર હોય સ્વ.મનસુખભાઈ ગમે ત્યાં કાર્યકરો વચ્ચે પોહચી ભગવાન દ્વારકાધીશના ઉપરણા ઓઢાડી કાર્યકરોને પ્રચાર કાર્યમાં લાગી જવા નિસ્વાર્થ પ્રોત્સાહિત કરે , મારા સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં જાય ત્યારે જ ખબર પડે કે કાર્યકરો ખૂબ મહેનતથી પ્રચાર કાર્ય શરૂ કર્યું છે, અને સાથે સાથે આ અદભૂત કાર્ય સ્વ. મનસુખભાઈ બારાઇ દ્વારા જ કરવામાં આવેલ છે, આવી કર્તવ્યનિષ્ઠાને કારણે તેઓની યાદી લોકોના દિલમાં છે.