બે વર્ષ અગાઉ જયારે લોકો દશેરા નો પર્વ મનાવી રહ્યા હતા ત્યારે મનસુખભાઇ એ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.
સ્વ મનસુખભાઇ બારાઈ નો જન્મ 1941 માં થયેલ હતો મનસુખભાઇ ના જન્મ સમયે પરિવાર સાવ સામાન્ય સ્થિતિ માં હતો જેથી ખુબ જ નાની ઉંમરે મનસુખભાઇ પોતાના વડીલો ને ગુજરાન ચલાવવા માં ધંધા માં મદદ કરતા હતા.
સાદગી જ તેનું આભૂસણ અને ઓળખ હતી. કોઈ પણ જાત ની દેખા દેખી વગર જીવન ભર સફેદ લેંઘો અને ખામીશ શર્ટ અને બાદ માં ઉંમર થતા ઝભો પહેર્યા હતા. તેઓ દીર્ઘ દ્રષ્ટા હતાં અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને સ્વ્ શ્રી ધીરુભાઈ અંબાણી ની જેમ હંમેશા મોટુ અને 10 વર્ષ આગળ નું વિચારતા હતા. કોઈ પણ ક્ષેત્રે પછી તે વ્યાપાર હોય કે સામાજિક કાર્ય હોય કે રાજકીય તેઓ હંમેશા જમાના થી આગળ અને અલગ જ રહ્યા
1995 માં ઓખા ના લોક લાડીલા ધારાસભ્ય અને ગામ લોકો ના આગ્રહ ને લઇ ઓખા ગ્રામ પંચાયત ના સરપંચ થઇ અને ઓખા ને અનોખા વિકાશ કાર્યો ની ભેટ આપી ઓખા નું નામ દેશ વિદેશ માં રોશન કર્યું. ઓખા ગામ ના વિકાશ માટે અથાગ પ્રયત્નો કર્યા અને ઓખા ને દરેક ક્ષેત્રે એક નવી જ ઊંચાઈ એ લઇ ગયા હતા.