ચારેય ઝોનમાંથી સંચાલક પ્રતિનિધિઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રોફિટ-ટુ-ફી અંગે ચર્ચા કરશે
ખાનગી શાળાઓ અને ફી નિર્ધારણને લઈ અનેક વિવાદો બાદ આજે ફીમાં નફાનું ધોરણ નકકી કરવા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો અને સરકારની બેઠક યોજનાર છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ખાનગી શાળા સંચાલકોએ સાથે મળીને ફીમાં નફાનું ધોરણ નકકી કરવાની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, ખાનગી શાળાઓમાં નફાનું લક્ષ્ય સંસ્થાના વિકાસ અને અભ્યાસની સુવિધા વધારવાનો જ હોવો જોઈએ ત્યારે આજે મુખ્યમંત્રી પોતાના નિવાસ સ્થાને ચારેય ઝોનમાંથી બે-બે રિપ્રેઝેનેટટીવ સાથે આજે બેઠક યોજશે. ફી નિર્ધારણની પોલીસીને ફગાવતા ખાનગી શાળા સંચાલકોની સુનાવણી અંગે એપેક્ષ કોર્ટે બન્ને પાર્ટીઓને સંયુકતપણે યોજના બનાવવાના નિર્દેશો આપ્યા હતા.
આજની મીટીંગ બાદ જે નફો ફોર્મ્યુલા નિર્ધારીત કરવામાં આવશે તે આશરે ૫૦૦ જેટલી શાળાઓમાં અસરકર્તા થશે. જે સંસ્થાની ફિ નિર્ધારીત છે તેનામાં પણ આ નિર્ણય બાદ ફેરફારો આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com