આજી અને ન્યારી ડેમમાંથી વધુ પાણી ઉપાડી નર્મદાનો ઉપાડ સંપૂર્ણપણે બંધ કરવા અમલવારી : દૈનિક લાખોની બચત થશે સાથો સાથ મહાપાલિકાની ક્ષમતા પણ મપાઇ જશે

મેઘરાજાએ મેઘ મહેર ઉતારતા આ વર્ષે રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે અને હજુ સતત પાણી આવક થઈ રહી છે ત્યારે મહાપાલિકા દ્વારા વર્ષો બાદ પાણી પ્રશ્ર્ને સ્વનિર્ભર થવાની દિશામાં કદમ ઉઠાવવામાં આવી રહ્યો છે. નર્મદાના નીરનો ઉપાડ શુન્ય કરવાની અમલવારી શ‚ કરી દેવામાં આવી છે. આજી અને ન્યારી ડેમમાંથી વધારાનું પાણી ઉપાડી નર્મદાના નીર શુન્ય કરી દેવાશે. જેથી મહાપાલિકાને દૈનિક લાખો ‚પિયાની બચત થશે. સાથો સાથ પાણી વિતરણ માટે સ્વનિર્ભરતાની ક્ષમતા પણ આપો આપ મપાઈ જશે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ પાણી પ્રશ્ર્ને સ્વનિર્ભર થવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં દૈનિક ૨૦ મીનીટ પાણી પૂરું પાડવા માટે રોજ ૨૭૦ થી ૨૭૬ એમએલડી પાણીની આવશ્યકતા રહે છે. હાલ ૧૭૦ એમએલડી પાટી સ્થાનિક જળાશયોમાંથી અને ૧૦૦ એમએલડી પાણી નર્મદાનું લેવામાં આવે છે. એક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણીનું ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈન પણ કાર્યરત થઈ જવા પામી છે. ત્યારે હવે પાણી પ્રશ્ર્ને સ્વનિર્ભરતા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગઈકાલે ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી રૈયાધાર ઈએસઆર-જીએસઆર સુધી ૧૨ એમએલડી પાણી એકસપ્રેસ ફિડર લાઈન મારફત ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આજી અને ન્યારી ડેમમાંથી વધારાનું પાણી ઉપાડી નર્મદાના નીર જીરો કરી દેવામાં આવશે.હાલ ન્યારી ડેમ પર નર્મદાનું ૫૫ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. જે ક્રમશ: ઓછુ કરી દેવામાં આવશે જયારે આજીમાંથી પણ વધારાનું પાણી ઉપાડવામાં આવશે જેનાથી મહાપાલિકાને દૈનિક ૫૦ થી ૬૦ લાખ ‚પિયાની બચત થશે. સાથો સાથ મહાપાલિકાની ક્ષમતા પણ મપાઈ જશે. પાણી પ્રશ્ર્ને સ્વનિર્ભર થવા માટે સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનમાં એક કિ.મી.લાંબી પાઈપ લાઈન પણ બિછાવવામાં આવશે. સાથો સાથ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા ઈએસઆર-જીએસઆર ઉભા કરાશે. વિતરણના સમય પત્રકમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. આજી ફિલ્ટર પ્લાન્ટની કેપેસીટી ૨૨૦ એમએલડીની છે ત્યારે ન્યારી ફિલ્ટર પ્લાન્ટની કેપેસીટી ૫૦ એમએલડીની હોવાના કારણે મહાપાલિકા માટે મોટો પ્લસ પોઈન્ટ બની રહેશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પાણી પ્રશ્ર્ને રાજકોટ નર્મદાના નીર પર નિર્ભર થઈ ગયું છે. હવે સ્વનિર્ભર બનવાની દિશામાં કદમ ઉઠાવવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં જ નર્મદાના નીર શુન્ય કરી દેવામાં આવશે. આ માટે અમલવારી શ‚ કરી દેવામાં આવી છે અને આજથી ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી એકસપ્રેસ ફિડર લાઈનથી ૫૦ એમએલડી પાણી ટ્રાન્સફર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.