તાજેતરમાં સ્વનિર્ભર શાળા સંચાલકો માટે સૌપ્રથમ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની નવ ટીમ તથા જસદણની બે ટીમ તેમજ ગોંડલની એક ટીમ સાથે કુલ ૧૨ ટીમોએ આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પાંચ દિવસ ચાલેલી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બેડીપરા ઝોન, ગાંધીગ્રામ ઝોન, જામનગર રોડ ઝોન, કોઠારિયા ઝોન, મવડી ઝોન તેમજ કાલાવડ રોડ ઝોન, જસદણ તથા ગોંડલની ટીમો વચ્ચે રસાકસીભર્યા મેચ રમાયા હતા.
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો જોડાયા હતા. ગઈકાલે રમાયેલા બે સેમિફાઈનલ બેડીપરા સામે કોઠારિયા તથા કાલાવડ રોડ સામે જસદણમાં બેડીપરા તથા કાલાવડ રોડ ઝોન ફાઈનલમાં પહોંચ્યા હતા. ફાઈનલ મેચ રસાકસી વાળા કાલાવડ રોડ ઝોન વિજેતા થયું હતું.
વિજેતા ટીમને ટ્રોફી મેયર બિનાબેન આચાર્યના હસ્તે તથા રનર્સ-અપ ટ્રોફી મેહુલભાઈ રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવી હતી.
આ તકે બિપિનભાઈ હદવાણી, કિરીટભાઈ પટેલ, અશ્વીનભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ માંડલિયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ મંત્રી અવધેષભાઈ, ડી.વી.મહેતા, સુદિપભાઈ, જયદીપભાઈ જલુ, પરેશભાઈ, અજય રાજાણી, નરેન્દ્ર ભાડલીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.