પતિને ભાજપના પૂર્વ ધારાસભ્યએ માર માર્યા અંગેનો ગુનો નોંધવાની પત્નીની માગ
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
પડધરી તાલુકાના નાની અમરેલી ગામની મહિલાના પતિને ભાજપના પૂર્વ ધારાસભ્યએ માર માર્યાની પોલીસમાં અરજી આપી હોવા છતાં પોલીસ ગુનો ન નોંધતા મુખ્ય મંત્રીના નિવાસ સ્થાને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના નાની અમરેલી ગામે રહેતા રમેશ મકવાણાને ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરાએ માર માર્યાના આક્ષેપ સાથે હેતલબેન મકવાણાએ પોલીસમાં અરજી આપી હતી. પોલીસે ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા સામે ગુનો ન નોંધતા હેતલબેન મકવાણાએ પોલીસ કમિશનરને પોતે તા.૩૦ મેના રોજ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત મુખ્ય મંત્રીના નિવાસ સ્થાને ગોઠવવામાં આવ્યો છે. હેતલબેન મકવાણા હજી સુધી આવી ન હોવાથી પોલીસે તેના મોબાઇલ લોકેશનના આધારે શોધખોળ હાથધરી છે.