સૂત્રપાડના ધામળેજ ગામના લાહ વિસ્તાર તથા થોરડી ગામના જાનબેટા વિસ્તારના વડોદરા ઝાલા ભરતી નિયંત્રણ ડેમના કિનારે ગેરકાયદેસર જીંગા ઉછેર કેન્દ્ર બનાવવાની પ્રવૃતિ સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઑ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી તેમજ ખેડૂતો દ્વારા ઉપરોક્ત બાબતે સામૂહિક આત્મવિલોપન જાહેર કરનારાઓના હિતમાં અનેક રજૂઆતો ફરીયાદો છતાં ગેરકાયદેસર રીતે મોટી કમાણીના આશયથી ભ્રષ્ટ અધિકારીઓને સાધી ખેડૂતોની જમીનોને નુકશાન થાય તે રીતે બનાવેલ અને બનવામાં આવી રહેલ જીંગા ઉછેર કેન્દ્રો વિરૂદધ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા જમીનમાં ઊભી થનાર નુકશાનીની ખેડૂતના પરિવારને કાયમી રોજગારી ગુમાવવા ભૂખમરાનો સામનો કરવાની સ્થીતી સર્જાયેલ હોય ત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારી નિષ્કાળજી અને ભષ્ટનીતિ સામે સામૂહિક આત્મવિલોપન નો નિર્ણય કરવો પડે છે. ત્યારે આગામી તા.૨૭મેના રોજ તપકેશ્વરી આશ્રમ લાહ વિસ્તાર ખાતે બપોરના ૧૨:૦૦ કલાકે સામૂહિક ખેડૂતો દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com