બ્રેઇન સ્ટ્રોકના ચિહનો અવગણવા જિંદગીનું જોખમ
બ્રેઇન સ્ટ્રોકના લક્ષણ જણાતાં તાત્કાલિક કનસલ્ટ ફિઝિશિયનનો સંપર્ક કરવો હિતાવહ: રેગ્યુલર બ્લડપ્રેશર ચેકઅપ,નિયમિત 30 મિનિટ વોકિંગ,સાદો અને સમતોલ આહાર લેવો: નિષ્ણાંત તબિબો
સ્ટ્રોક યુનિટ એટલે અનુભવી તબીબ અને આધુનિક મશીન અને સાધનોની સગવડતાઓનો સમૂહ
સ્ટ્રોક યુનિટ એટલે સઘન યુનિટ જેમાં ન્યુરો સર્જન તબીબ,ન્યુરો ફિઝિશિયન તબીબ,જનરલ ફિઝિશિયન તબીબ,ઇન્ટેન્સિવિસ્ટ, સીટી સ્કેન અને એમઆરઆઈની સગવડતાઓ,કેથલેબ,આ યુનિટમાં ટ્રેન ડોક્ટર હોય છે. અનુભવી નર્સિંગ સ્ટાફ કાર્યરત રહે છે.આજની વ્યસ્ત અને સ્ટ્રેસ વાળી જીવનશૈલી લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યમાં વધુ ખરાબ અસર કરી રહી છે.
તણાવગ્રસ્ત જીવનશૈલીના કારણે બ્રેઇન સ્ટ્રોક જેવી તકલીફો વ્યક્તિને થતી હોય છે.બ્રેઇન સ્ટ્રોક એટલે મગજનો પક્ષઘાત જેની લોકોમાં ચર્ચા ખૂબ ઓછી જોવા મળે છે.હૃદય હુમલાના જે રીતે કેસ સામે આવી રહ્યા છે.એની જ સમક્ષ બ્રેઇન સ્ટ્રોકના કેસ દેશમાં વધી રહ્યા છે.લોકોમાં બ્રેઇન સ્ટ્રોકની સજાગતાને લય ઉણપ જોય શકાય છે.કેમ કે ઘણી વખત વ્યક્તિ જાણતા અજાણતા બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો-ચિહ્નોની અવગણના કરી બેસે છે.જે બાદ માં તે વ્યક્તિમાં જીવ જોખમ મુકાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે.મગજની કોઈપણ નળી બ્લોક થયા તેને બ્રેઇન સ્ટ્રોક અથવા સામાન્ય ભાષા લકવો કહેવામાં આવે છે.
સ્ટ્રોકના બે પ્રકાર ઇસ્કેમિક સ્ટ્રોક અને હેમ્રેજિક સ્ટ્રોક છે.ઇસ્કેમિક સ્ટ્રોકમાંલોહીની નળીમાં લોહીનું જામી જવું,લોહીનું સર્ક્યુલેશન મગજના એટલા ભાગમાં બંધ થઈ જવું.હેમ્રેજિક સ્ટ્રોકમાં લોહીની નળી ફાટી જવી,મગજની અંદર હેમરેજ થઈ જવું.ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ઘણીવાર હાઈ બીપી હોય છે. તેમજ વધુ વજન થવાની સંભાવના વધારે હોય છે. આ બંને પરિસ્થિતિ સ્ટ્રોકની સંભાવના વધારે છે. ડાયાબિટીસ તમારી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જેનાથી તમને સ્ટ્રોક થવાની સંભાવના વધુ થાય છે.વધતી જતી અનિયમિતતા અને સ્ટ્રેસફુલ વાળી જીવનશૈલીનો ક્યાંક ને ક્યાંક લોકો હાલ શિકાર બની રહ્યા છે.
સ્વાસ્થ્ય પ્રત્યેની જાણતા અજાણતા બેદરકારી પણ ક્યાંક બ્રેઇન સ્ટોકનું કારણ બન્યું છે.ત્યારે લોકોમાં જાગૃતતા આવી ખૂબ જરૂરી છે.સ્વસ્થ સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે સ્વયમ સિસ્ત અપનાવી ખૂબ જરૂરી છે.હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ વાળી વ્યક્તિએ પણ તેમનું ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે.રેગ્યુલર નિયમિત રિપોર્ટ્સ અને ચેકઅપ કરાવવા હિતાવવા છે.બ્રેઇન સ્ટ્રોકના કારણો તેમજ તેના લક્ષણો અને તેની સારવાર અર્થે હાલ કેવી ટેકનોલોજી કાર્યરત છે તે પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રાજકોટ શહેરના વિવિધ નિષ્ણાત ન્યુરો અને સ્પાઇન સર્જન તબીબો અને મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે ખાસ વાતચીત કરી રજૂ કર્યો છે.
બ્રેઇન સ્ટ્રોકના કારણો
આ તકલીફના વ્યક્તિઓને સ્ટ્રોક આવની સંભાવના વધુ – સ્મોકિંગ – હાઇબ્લડ પ્રેસર – હાયકોલેસ્ટ્રોલ – અંક્ધટ્રોલ ડાયાબીટીસ – અનિયમિત સ્ટ્રેસફુલ જીવન
બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો
- મોઢું ત્રાસ થઈ જવું
- હાથ પગમાં નબળાઈ
- મગજમાં દુખાવો -ઉલટી થવી
- બેભાન થઈ આંચકી આવી
વ્યક્તિએ નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવું: ડો.પાર્થ લાલચેતા
એચસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ક્ધસલ્ટન ન્યુરો સર્જન ડો.પાર્થ લાલચેતા જાણવ્યું કે, એક સર્વે મુજબ ગુજરાતમાં રોજે બ્રેઇન સ્ટ્રોકના 600 કેસ સામે આવી રહ્યા છે.મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર છે.સ્ટ્રેસફૂલ જીવનમાં હોય એવી વ્યક્તિએ નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવું હિતાવહ છે.વ્યક્તિએ સંતોલન વાળી જિંદગી જીવી જરૂરી છે.સાદુ ભોજન ગ્રહણ કરવું,રોજે 30 મિનિટ વોકિંગ કરવું, તેમજ સ્મોકિંગ જેવી અન્ય ખરાબ આદતોથી દૂર રહેવું જરૂરી છે.
સાડા ચાર કલાકમાં સ્ટ્રોક યુનિટમાં દર્દીને પહોંચાડવું: ડો.પ્રકાશ મોઢા
રાજકોટ તથા સૌરાષ્ટ્ર કચ્છના સિનિયર ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો.પ્રકાશ મોઢા જાણવ્યું કે, કોઈપણ વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોકની અસર વર્તાઈ રહી છે.તો તેને 4:30 કલાકની અંદર ક્ધસલ્ટન ફિઝિશિયન તથા બ્રેઇન સ્ટ્રોક યુનિટ ખાતે પહોંચાડવો અત્યંત જરૂરી છે.આ કલાકો દર્દી માટે ગોલ્ડન ટાઈમ કહી શકાય છે.જો આ કલાકોની અંદર દર્દીને તમામ પ્રકારની સારવાર મળી રહે તો તેને બ્રેઇન સ્ટ્રોક માંથી બચાવી શકાય છે. દર્દી સ્ટોક યુનિટથી દૂર હોય તો તેને લોહી પાતળા કરવાના ઇન્જેક્શન થ્રોમબોલિસિસ કરવાના ઇન્જેક્શન આપી શકાય છે. આ મહત્વની કલાકોમાં જ દર્દીને સારવાર મળી રહે તે દર્દી માટે હિતાવહ છે.
એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ દર્દીમાં સુધાર લાવી શકે: ડો.સચિન ભીમાણી
સેલસ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો.સચિન ભીમાણીએ જણાવ્યું કે,કોઈ વ્યક્તિને મગજનો પક્ષઘાત બ્રેઇન સ્ટ્રોક આવે છે ત્યારે તેના નજીકની વ્યક્તિઓ તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે સ્ટ્રોકના સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જાય છે. કોઈ વ્યક્તિને જો પહોંચવામાં મોડું થાય તો તેવા દર્દીને એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ કારગત નિવડે છે દર્દીને બ્રેઇન સ્ટ્રોકની અસરમાંથી બચાવી શકે છે તથા બ્રેઇન સ્ટ્રોકની અસર ને વધતી અટકાવી શકે છે. ત્યારબાદ કસરતથી વ્યક્તિ નોર્મલ લાઇફ પણ જીવી શકે છે.
ઓવર થીંકીંગ અને સ્પર્ધાત્મક જીવનમાં ઓતપ્રોત વ્યક્તિ બ્રેઇન સ્ટ્રોક શિકાર: ડો.ધારા દોશી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારાબેન દોશી એ જણાવ્યું કે,ઘણા બધા સર્વે મુજબ જાણવા મળે છે કે,ઓવર થીંકીંગ અને ટાઈપ અ વ્યક્તિત્વવાળી વ્યક્તિ એટલે કે જે વ્યક્તિમાં સ્પર્ધાત્મક રીતે આગળ વધવાની સતત ઘેલછા હોય છે.અતિશય સ્પર્ધાત્મક યુગમાં જીવે છે.પોતાનાથી કોઈ વ્યક્તિ આગળ વધે એ જોઈ નથી શકતું.વ્યક્તિની અંદર આગળ વધવાની લાગણી અને બેચેની સતત રહેતી હોય છે.ટાઈપ અ વ્યક્તિત્વ વર્તન એ પણ બ્રેઇન સ્ટોકનું કારણ બની શકે છે.