- સિવિલ હોસ્પિટલના લાભાર્થે
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનનાં વિનય જસાણી આપી વિગત
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દદીર્ર્ઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી, સ્વ. કિરણભાઈ મનુભાઈ રામોલિયાની સ્મૃતિમાં તા. 27.7 રવિવારે સવારે 8 થી 2 વાગ્યા સુધી રાજ કુલીંગ સિસ્ટમ પ્રા. લી. સર્વે નંબર 31, પ્લોટ નં. 58, વાવડી, રજાકાષટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકુલિંગ સિસ્ટમનું નામ જે આજે વિશ્ર્વભરમાં ગુંજે છે તેવા મહા વિઝન ધરાવતા અને અદૂત વ્યકિતત્વ ધરાવતા સ્વ. કિરણભાઈ મનુભાઈ રામોલિયાા ઘણા બધશ લોકોની પ્રેરણા છે.
આ કેમ્પમાં કલ્પેશભાઈ રામોલીયા, રામોલીયા પરીવાર રાજકુલીંગ સિસ્ટમ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સિવિલ બ્લડ બેંકના એમ.ડી. પેથો. ડો. માનદ સેવા આપશે.
આ ઉપરાંત બ્રહ્મકુમારી ભારતી દીદીના 84માં જન્મદિવસ નિમિતે રાજકોટ સીવીલ હોસ્પિટલના લાભાર્થે 29.7 રવિવાર સવારે 9 થી 12 વાગ્યા સુધી બ્રહ્માકુમારી જયોતીદર્શન 1 પંચશીલ સોસા. દોશી હોસ્પિ. સામે રકતદાન કેમ્પનું આયોજન પરેશભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિતે રાજકોટ સીવીલ હોસ્પિ.ના લાભાર્થે 29 રવિવાર સવારે 9 થી 2 વાગ્યા સુધી નાગર બોડીંગ વિરાણી હાઈસ્કુલ સામે ટાગોર રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને વિવેકાનંદ યુથ કલબ દ્વારા જીવનદિપ બ્લડ બેંકના લાભાર્થે 29 રવિવારે સાંજે 6 થી 9 વાગ્યા સુધી મોઢવણીક બોર્ડીંગ 5 રજપુતપરા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
અબતકની શુભેચ્છા મુલાક્ાતે હર્ષદભાઈ સોરઠીયા, જૈમિનભાઈ રામોલીયા, સંદીપભાઈ સાંકડેચા, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, હર્ષિતભાઈ રામોલીયા, યજ્ઞેશભાઈ વારીયા ઉપસ્થિત રહ્યા.