રકતદાન શિબિરમાં ૨૫૧ બોટલ લોહી થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે અર્પણ કરવામાં આવશે
રાજકોટ કુલીંગ સીસ્ટમ અને રોટરી ગ્રેટર ભવન રાજકોટના સંયુકત ઉપક્રમે સ્વ. કિરણભાઈ મનુભાઈ રામોલીયાની પાંચમી પૂણ્યતિથિ નિમિતે ગત તારીખે વાવડી ખાતે મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૨૦૦ જેટલા રાજકુલીંગના પરિવારો તેમજ અન્ય પરિવારોએ સાથે મળીને ૨૫૧ બોટલ જેટલુ રકત એકઠુ કરવામાં આવી હતી.
આ રકત થેલેસેમીયા ગ્રસ્ત બાળકો અને પુલવામાં ના ઘાયલ સૈનીકોને અર્પણ કરવામાં આવશે. આ રકતદાન કેમ્પમાં રાજકુલીંગ સીસ્ટમના ૨૦૦ પરિવારો સહિત મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતુ.
રાહુલ ધામીએ જણાવ્યું હતુ કે તા.૧૭ના રોજ અમે એક મહા રકતદાન અને હેલ્થ ચેકઅપનું આયોજન કયું હતુ આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ અમારા ભાઈ સ્વ. કિરણભાઈ રામોલીયાની ૫મી પૂણ્યતિથિ નિમતિ અને એમની સાથે સાથે આ રકત એનો ઉપયોગ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો અને દર્દીનારાયણએ ઉપરાંત પુલવામાં હુમલો થયો છે એમા જે ઘાયલ થયેલા સૈનિકોને પહોચાડવાનો છે અને થોડાક અંશે અમે અમુક લોકોની જીંદગી બચાવી શકીએ મારી વિનંતી છે. કે આ મહાયજ્ઞની અંદર આવો અને આ સતકર્મમાં કંઈકને કંઈ ફાળો આપો જેટલુ પણ આ સતકર્મ થાશે એ કર્મના ભાથા રૂપે આપણે જ મળવાનું છે.તેમજ જેટલા ઉદ્યોગપતિ છે. એમને મારી નમ્ર વિનંતી છે. તમે પણ આવું કંઈક વિચારો અને આપણા દેશનેક અને સમાજને આ સતકર્મ અર્પણ કરીએ એવી હું પ્રાર્થના કરૂ છું.
આ રકતદાન કેમ્પમાં રાજકુલીંગ સીસ્ટમની સાથે રાજકોટ ગ્રેટર રોટરી કલબનું સંયુકત આયોજન છે. અમારા રાજકુલીંગ સીસ્ટમમાં ૨૦૦થી પણ વધારે પરિવાર તેમજ બીજા પરિવારના સહકારથી ૨૫૧થી વધુ બ્લડ એકઠુ કરવાના છીએ આ કાર્યમાં સહકાર માટે અમે બે બ્લડ બેંકને આમંત્રણા આપ્યું હતુ એમાં એક રેડક્રોસ સોસાયટી અને કેન્સર હોસ્પિટલ જયાં જરૂરીયાતમંદને ૨૪ કલાક્બ્લડ મળી રહે છે. એ લોકો પણ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આ રકતદાન કેમ્પમાં રકતદાતા માટે તેડવા મુકવાની સુવિધાની સાથે ૧૦૦% હાઈજેનીક વ્યવસ્થા રકતદાતાને અમે ભગવાનની જેમ ટ્રીટ કરીએ છીએ તેમજ રકતદાતા માટે ગીફટનું પણ આયોજન કર્યું છે.