સેલ્ફ અવેરનેશ એટલે વ્યકિતની પોતાની શારીરિક, માનસિક તેમજ વર્તનને લગતી તમામ બાબતો અંગેની જાગૃતિ, જેના દ્વારા આપણે આપણા વિચારો, પસંદ-નાપસંદ, ચારિત્ર્ય અંગેના ખ્યાલો, લાગણીઓ તથા વલણો તરફ વધુ સ્પષ્ટ રીતે વિચારતા થવું,જેને સર્વાંગી વિકાસ સાથે સીધો સંબંધ છે

આજના ફાસ્ટ યુગમાં શિક્ષણ લેતો છાત્ર કે યુવા ભયંકર રીતે વિવિધ તણાવનો સામનો કરી રહ્યો છે. ભણતર બાદ તેની કારકીર્દી લક્ષી ચિંતા સૌને અવિશેષ જોવા મળે છે. વિવિધ લાઇફ સ્કીલનાં કૌશલ્ય વિકાસ સાથે શિક્ષણ મેળવ્યું હશે તો બહુ ચિંતા રહેતી નથી. સ્વ, જાત, પોતે કે સેલ્ફ અવેરનેશ કે સ્વંવિકાસને સર્ંવાગી વિકાસને સિધો સંબંધ છાત્રના જીવનમાં છે.

સેલ્ફ ડેવલપમેન્ટમાં સૌથી અગત્યની બાબતએ છે કે છાત્ર કે તરૂણ, કિશોર, યુવા પોતાની જાતને સમજીને જાતે જ સ્વ-નિયંત્રણ રાખતા શીખે છે. આવા છાત્રોને મુલ્યોનું શિક્ષણ આપવું પડતું નથી. આમ જોઇએ તો પણ લાઇફ સ્કીલ કે જીવન કૌશલ્ય શિક્ષણમાં સ્વજાગૃતિએ પાયાનું કૌશલ્ય છે. સમોવડીયા પાસેથી શિક્ષણ સાથે ઘણું શીખે છે. ત્યારે સારા નરસાની પરિભાષા શીખવી ખુબ જ જરૂરીછે.

સર્વાગી વિકાસમાં શિસ્ત, નિયમપાલન, પરસ્પર, સહકાર અને જવાબદારીની ભાવના જેવા ગુણોનું મહત્વ છે. સ્વજાગૃતિ કેળવતા આ વલણો આપોઆપ છાત્ર શિખતો જાય છે. છાત્ર કે યુવાન વિકાસ શીલ બનીને સમાજનાં વિકાસમાં અગત્યનો ફાળો આપે છે. દરેક શિક્ષકે મા-બાપે આવા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે જોવું જરૂરી છે.

સ્વજાગૃતિ એટલે વ્યકિતની પોતાની શારીરિક, માનસિક તેમજ વર્તનને લગતી તમામ બાબતો અંગેની જાગૃતિ, જેના દ્વારા આપણે આપણા વિચારો, આપણી પસંદ- નાપસંદ, આપણા ચારિત્ર્ય અંગેના ખ્યાલો, આપણી લાગણીઓ તથા આપણા વલણો તરફ વધુ સ્પષ્ટ રીતે વિચારતાં થઇએ છીએ, આ રીતે જયારે આપણે આપણા જીવન અને અસ્તિત્વનો ખરો અર્થ સમજવા સક્ષમ બનીએ છીએ, ત્યારે આપોઆપ જ આપણામાં આત્મવિશ્ર્વાસ, આત્મગૌરવ અને આત્મસંતોષની લાગણી જન્મે છે. આમ, સ્વજાગૃતિ આપણને એક સુખી અને સફળ જીવન જીવવાનો રસ્તો બતાવે છે.

ખાસ કરીને વિઘાર્થીઓમાં વિચારોની અસ્પષ્ટતા, મૂંઝવણ અને કર્તવ્ય અંગેની સમજદારીનો અભાવ જોવા મળે છે તે બીજું કંઇ નહીં, પણ સ્વજાગૃતિનો અભાવ છે. જો એકવાર વિઘાર્થીઓ પોતાની લાગણીઓ, વિચારો, વિશેષતાઓ તેમજ મર્યાદાઓને સમજતાં થઇ જાય, તો પોતાની મેળે જ તેઓ યોગ્ય વર્તણૂક દાખવે છે. અને સફળતાના સોપાનો સર કરે છે.

સ્વજાગૃતિનું કૌશલ્ય કેળવતાં બાળકો માટે સૌથી અગત્યની બાબત એ બની શકે છે, કે તેઓ પોતાની જાતને સમજીને જાતે જ સ્વ-નિયંત્રણ રાખતાં શીખે છે, જેને લીધે તેમને ઇરાદાપૂર્વક મૂલ્યોનું શિક્ષણ આપવુંં પડતું નથી. જેમ કે સ્વજાગૃતિ ધરાવનાર બાળકોને પરીક્ષાની તૈયારી કરવા માટે આનંદ-પ્રમોદ છોડીને વધારે સમય વાંચવુ પડે, ત્યારે આ બાળક ખુશીથી વાંચતા જણાય છે. તેઓ આ અભ્યાસથી કંટાળી નથી જતાં, કારણ કે તેમને તેની આવશ્યકતા અને ગંભીરતાની ખબર હોય છે. તેઓ પોતાના અભ્યાસની જરુરીયાત અને પોતાની જવાબદારી અંગે સભાન બન્યા હોય છે.

આમ, વિઘાર્થીઓના સર્વાગિણ વિકાસમાં જરુરી એવા વલણો જેમ કે શિસ્ત, નિયમપાલન, સમયપાલન, પરસ્પર સહકાર અને જવાબદારીની ભાવના વિગેરે સ્વજાગૃતિનું કૌશલ્ય કેળવતાં આપોઆપ વિકાસ પામે છે. આ રીતે, વિઘાર્થી પોતે વિકાસશીલ બનીને સમાજના વિકાસમાં અગત્યનો ફાળો આપે છે.

આ કૌશલ્ય બાળકોમા: વિકસે તે માટે વડીલોએ ખુબ જ ધીરજી, કાળજી અને ઘ્યાન રાખવું જરુરી છે, અને બાળકો ઉપર પોતાની અપેક્ષાઓ ઠોકી બેસાડયા વિના તેમના વિચારોને સમજીને તેમને પોતાની મર્યાદાઓ સમજવામાં સહાયરુપ થવું જરુરી છે. બાળકોને સ્વતંત્ર રીતે સ્વમૂલ્યાંકની તક આપીને,  ધીમે ધીમે તેમને સાચો રસ્તે દોરી જવા જરુરી છે, જેમ કે, જયારે બાળકો પોતાની જાતને બીજાઓ કરતા ચઢિયાતી માનવા લાગે, ત્યારે તેને ઉતારી પાડીને અથવા ધમકાવીને ચૂપ કરવાને બદલે, તેને પોતાની મર્યાદાઓ સમજવામાં અને બીજાની છૂપી વિશેષતાઓને ઓળખવામાં મદદ કરો. દા.ત. કોઇ બાળક જયારે એવું સમજે, કે તે તેના વર્ગમાં સૌથી સારા ગુણ લાવતું હોવાથી સૌથી ચઢિયાતુેં છે, તો ત્યારે તેને સમજાવી શકાય, કે શું તેને બીજા ઓછા ગુણ લાવતા વિઘાર્થીઓની જેમ રમત ગમત સારા આવડે છે? શું

તે બીજાને મદદ કરવાનો ગુણ ધરાવે છે? શું તેનું સામાન્ય જ્ઞાન સારું છે? તદઉપરાંત, શું માત્ર સારા ગુણ જ ચઢિયાતાપણાની નિશાની છે? આમ, દરેક પાસા તરફ જો તેનું જો ઘ્યાન દોરવામાં આવે, તો તેના સાચો વિકાસ થાય છે.

આમ, જીવનકૌશલ્ય શિક્ષણમાં સ્વજાગૃતિ એ પાયાનું કૌશલ્ય છે, જેના ઉપર બીજા બધા કૌશલ્યો આધારિત છે. સ્વજાગૃતિ દ્વારા જ વિઘાર્થીઓ સર્વાગી વિકાસ સાધી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.