સ્વ. નીરૂભાઇ માવડીયાની રાહબરીમાં તૈયારી થયેલી કલાકૃતિઓનું તા. ૧પ થી ૧૭ સુધી શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે આર્ટ એન્ડ ક્રાફટ એકઝીબીશન કલાકૃતિઓના પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું છે.vlcsnap 2018 09 17 11h32m34s149

એકઝીબીશનના માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન જીલ સંઘવીએ જણાવ્યું કે અમારાસર નિ‚ભાઇ માવડીયાની યાદમાં આ એકઝીબીશનનું આયોજન કરી રહ્યા છીએ. અત્યારે ઘણા બધા વિઝીટર્સ આવીને પેઇન્ટીંગ નીહાળી રહ્યા છે.

અમે મિકસ મિડીયામાં વર્ક કર્યુ છે. પેન્સીલથી લઇને પેનવર્ક, એક્રેલીક, ઓઇલ વગેરેમાં અમે બધાએ વર્ક કર્યુ છે. બધાને પોતાનો એક ટેસ્ટ છે. એકઝીબીશનમાં રીઘ્ધી કાપડીયા, માધવી રાયચુરા, વિધી વસાણી, વેજલ્સબેન વોરા, નતીષા પાબારી, અદિતિ પટેલે તીર્થ ત્રિવેદી અમે બધાએ ભાગ લીધો છે.અમે પોતે સર પાસેથી ત્રણથી ચાર વર્ષથી શીખી રહ્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે એકઝીબીશન કરી રહ્યા હતા. અમારો અનુભવ બહુ સારો રહ્યો.

પહેલા અમે સર સાથે કાર્યક્રમો ઓર્ગેનાઇઝ કરતા હતા આ વખતે ઓગેનાઇઝ પણ અમે જ કર્યુ છે. એટલે થોડું હતું કે કઇ રીતે થશે પરંતુ ઘણું સારુ રહ્યું આ એકઝીબીશન કરવા પાછળ હેતુ એ જ છે કે યંગ જનરેશનને પેઇન્ટીંગનું પેશન છે જો તમને આ રીતે પ્લેટફોર્મ મળે તો પોતાનું બેસ્ટ વર્ક આઉટ કાઢી શકે. અને અમે ગ્રુપ સાથે મળીને એકઝીબીશન કરીએ તો બધાને પોતાનુ વર્ક ડિસપ્લે કરવાનો મોકો મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.