- પાંચ બ્રહ્મ રત્નોને પરશુરામ એવોર્ડ એનાયત
- કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાનુબેન બાબરીયા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા અને ડો.દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા
રાજકોટ ન્યૂઝ : સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરમાં ભગવાન પરશુરામના દિવ્ય જીવન સંસ્કારો અને વિથ કરેજ એટલે કે બળ સાથે બુદ્ધિ પ્રયોગ નિધન સુધી પહોંચાડવાના ભૈખધારી પ્રખરધારા શાસ્ત્રી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભાગવત દ્વારા શરૂ કરેલી પરંપરા ને અવિરત આગળ વધારી દર વર્ષે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહો યોજાયો.આ વર્ષે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ 2024માં પાંચ બ્રહ્મ રત્નોને એવોર્ડ થી નવાજવામાં આવ્યો. કાલાવડ રોડ રાજકોટ ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બ્રહ્મ સમાજમાં વિશેષ યોગદાન આપનાર પાંચ ભૂદેવ પ્રતિભાવોને પરશુરામ સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ કરાયો.આ કાર્યક્રમના અધ્યક્ષ પદે કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનું ઉદઘાટન અભયભાઈ ભારદ્વાજના સાથી અને મિત્ર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે કરવામાં આવ્યું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કોઠારી સ્વામી ના હાથે કરાયો. બાદ પરશુરામ એવોર્ડ સમારોહનું પ્રારંભ થયું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અપૂર્વમુની સ્વામી અને ચેતન્ય શંભુ મહારાજ આશીર્વાદ પાઠવશે આ કાર્યક્રમમાં સંતો સર્વે જેન્તીરામ બાપા (સંત પુરણ ધામ ધુનડા) પુજય ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ) અને રમેશભાઈ શુક્લ(કાલભૈરવ મંદિર, પાલીતાણા)ની પાવન ઉપસ્થિતીમાં રહ્યા.પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહમાં રામભાઈ મોકરીયા( સાંસદ), ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ,,, ,રમેશભાઈ ટીલાળા,અને , દર્શિતાબેન શાહ, ઉપસ્થિત રહ્યા.. સમારોહમાં વિશેષ આમંત્રિત તરીકે ,છેલભાઈ જોષી(બ્રહ્મ અગ્રણી, સૌરાષ્ટ્ર-કચ્છ), ,નિતિનભાઈ ભારદ્વાજ(પ્રદેશ ભાજપ અને બ્રહ્મ અગ્રણી,) અને ,પંકજભાઈ ભટ્ટ(મ્યુઝિક ડાયરેકટર) હાજર રહ્યા. કાર્યક્રમના પ્રારંભમાં હાસ્ય કલાકાર કપીલભાઈ જોષી હાસ્ય રસ પીરસશે. ત્યારબાદ સુપ્રસિધ્ધ લોકગાયકો તુષારભાઈ ત્રિવેદી, ઉર્વશીબેન પંડ્યા તથા ચૈતાલીબેન છાયાં પોતાના બ્રહ્મગૌરવ ઉજાગર કરતા ગીતોની પ્રસ્તુતી કરી.અભયભાઇના જન્મદિવસ નિમિતે અનેક નામી અગ્રણીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના નેતાઓ, કાર્યકરો બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરમાંથી ઉ5સ્થિત રહેવાના છે. બ્રાહ્મણોના પ્રિય અભયભાઇના જન્મદિવસે ઉમંગભેર હાજર રહેવા વિવિધા ક્ષેત્રના બ્રહ્મઅગ્રણીઓ, કાર્યકતાઓ અને બ્રહ્મસમાજના રાજકીય આગેવાનો થનગની રહ્યા છે. આ તકે પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા બ્રાહ્મણજ્ઞાતિનો સર્વપરિવારજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ-2024 સંસ્થાનના સ્થાપક અભયભાઇના પુત્ર અંશ અભયભાઇ ભારદ્વાજ તેમજ તેમની ઓફીસ ટીમ અને નિરંજનભાઇ દવે, પરશુરામ યુવા સંસ્થાનની ટીમ સમારોહને સફળ બનાવવા કમરકસી છે. પરશુરામ યુવા સંસ્થાને બ્રાહ્મણજ્ઞાતિના પરિવારોને બહોળી સંખ્યામા હાજર રહ્યા.કાર્યક્રમના સમાપન બાદ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભયભાઈ ભારદ્વાજ અમારા અડીખમ નેતા હતા: પરષોત્તમભાઈ રૂપાલા
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે અભયભાઈ ભારદ્વાજ અમારા અડીખમ નેતા હતા. રાજ્યના શ્રેષ્ઠ વકીલ હતા. અમારા પાર્ટીને જ્યારે લીગલ વકીલની જરૂર હોય ત્યારે અભયભાઈને અમે યોદ્ધા તરીકે અડિખમ કામ કરતા જોયા છે.પાર્ટીમાં પરિશ્રમ કરતા કાર્યકર્તા તરીકે જોવા મળ્યા છે. રાજ્ય સભામાં મારી સાથે એમને બેસવાનું ન થયું એનો વસવસો રહી ગયો છે. પરશુરામ એવોર્ડથી અભયભાઈ ભારદ્વાજની સ્મૃતિને કાયમ યાદ રાખવાનો સરહાનિય પ્રયાસ કરવામાં આવ્યો છે.
અભયભાઈની સ્મૃતિને જીવંત રાખવા મારું ધ્યેય: અંશ ભારદ્વાજ
અંશ ભારદ્વાજે જણાવ્યું કે,અભયભાઈની સ્મૃતિમાં પ્રથા અકબંધ રાખવાનો અમારો પ્રયાસ રહ્યો છે.તેમની વિદાય બાદ પણ એવોર્ડ આપવાનું શરૂ રાખ્યું છે.અભભાઈને જીવંત રાખવાનો મારો અધ્યાય છે.અભયભાઈ એક વિચાર છે. વિચારને જીવંત રાખવાનો છે. લોકો વચ્ચે સતત આ વિચાર રહશે.સમાજ એમના નામે એકત્રિત થાય.આ એક જ હેતુ સાથે અમે આ કાર્યક્રમ કરતા રહેશું.જે અમારી માટે મોટી પ્રેરણા છે.
અભયભાઈની ખોટ પુરાઈ નહીં: વિજયભાઈ રૂપાણી
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, અભયભાઈ મારા પરમ મિત્ર રહ્યા છે. અભય ભાઈ ની ખોટ પુરાઈ તેમ નથી. વકીલાત રાજકીય કે પત્રકારત્વ ની વાત હોય અભયભાઈ ની અનોખી છાપ દરેક ક્ષેત્રમાં તેઓએ છોડી છે. અભયભાઈની ખોટ સમગ્ર ગુજરાતને તથા બ્રહ્મ સમાજને વરતાઈ રહી છે.
બ્રાહ્મણોને એકત્રિત કર્યાએ પ્રશંસાને પાત્ર છે: મનીષભાઈ મઢેકા
ઉદ્યોગ ક્ષેત્રે પરશુરામ એવોર્ડથી સન્માનિત મનીષભાઈ મઢેકાએ જણાવ્યું કે,અભયભાઈના જન્મદિવસ પર પરશુરામ એવોર્ડ આપવામાં આવે છે.એવોર્ડથી સન્માનિત થતા વધારે કામ કરવાની ઉત્સાહ અને પ્રેરણા મળે છે.અભયભાઈએ સમાજ માટે ખૂબ મોટું કાર્ય કર્યું છે. અભયભાઈ એ બ્રાહ્મણોને એકત્રિત કર્યાએ પ્રશંસાને પાત્ર કાર્ય છે.
અભયભાઈ ભારદ્વાજ બ્રહ્મ સમાજનો અડધી રાતનો હોંકારો હતા: સાંઈરામ દવે
કલા ક્ષેત્રે પરશુરામ એવોર્ડથી સન્માનિત સાયરામભાઈ દવે જણાવ્યું કે, પરશુરામ એવોર્ડ થી સન્માનિત થવા બદલ અંશ ભાઈ ભારદ્વાજ નીતિનભાઈ ભારદ્વાજ સહિત તમામ સભ્યોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. અભય ભાઈ ભારદ્વાજ બ્રહ્મ સમાજનો અડધી રાતનો હોકારો હતા. માત્ર બ્રહ્મ સમાજના અગ્રણી નહીં પરંતુ 18 વર્ષના મોભી તરીકે લોકો તેમને માનતા હતા. ઘણા કહેશો તેમને કોર્ટ સુધી ન પહોંચે એવા પ્રયાસો કરી તેમની ઓફિસમાં જ પૂરા કર્યા છે.
પરશુરામ એવોર્ડથી સન્માનિત થઈ ગર્વની અનુભૂતિ: ડો.રાજેન્દ્ર ત્રિવેદી
તબીબી ક્ષેત્રે પરશુરામ એવોર્ડથી સન્માનીત ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે , અભયભાઈ ભારદ્વાજ સાથે મારો દાયકાઓનો સંબંધ રહ્યો છે. અંશ ભાઈએ અભયભાઈ ના જીવનની કાર્યશૈલી ને જાળવી રાખી છે. પરશુરામ એવોર્ડ થી સન્માનિત થઈ મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.
અભયભાઈએ કરેલી શરૂઆત વટ વૃક્ષ બની: નીતિન ભારદ્વાજ
નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું કે, પરશુરામ એવોર્ડમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો અભયભાઈ ને યાદ કરીને આવ્યા છે. આ જોઈને જ ખબર પડે કે અભય ભાઈ એ કરેલી શરૂઆત આજે વટ વૃક્ષ બની છે. અંશ દ્વારા આ પરંપરા અને શરૂ રાખવામાં આવી છે એ મારી અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે.