અલગ-અલગ પોલીસ મથકના મળી છ મહિલા સહિત ૨૦ કર્મચારીઓને બેસ્ટ કામગીરી બદલ સન્માન
કોરોનાની કામગીરીમાં નિષ્ઠાથી ફરજ બજાવવા બદલ સ્ટાફને અભિનંદન પાઠવતા પોલીસ કમિશનર અગ્રવાલ
ડિસેમ્બર ૨૦ ટવેન્ટીના વર્ષની શહેર પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ યોજાય જેમાં કોરોનાની મહામારીમાં પરિવારની પરવા કર્યા વગર શહેર પોલીસ દ્વારા નિષ્ઠાથી બજાવેલી ફરજ બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા અભિનંદન પાઠવી સાથે સાથે વર્ષ ૨૦૨૧માં શહેર પોલીસ દ્વારા લોકોમાં જાગૃતી ફેલાય તેમજ કાયદાનું સંપૂર્ણ પાલન કરવા તેમજ ગુન્હેગારો સાથે સંકળાયેલા લોકો પર વોંચ રાખી સમાજમાં બનતા ગુનાઓ અટકાવવા સૂચના આપી તેમજ ટ્રાફીક સમસ્યા નિવારવા ટ્રાફીક નિયમોનું પાલન કરાવવા જાગૃતા માટે સાઈન બોર્ડ લગાવી જયારે આધુનિક યુગમાં વધતા ગુનાઓને ડામી દેવા આઈટીએકટ મુજબ કડક કાર્યવાહી કરી તેમજ જુદીજુદી એપ્લીકેશન જેવી કે સુરક્ષા કવચ, ઈ-ગુજકોપ, પોકેટકોપ, સીટીઝન પોર્ટલ, અને પારદર્શકતા પોર્ટલનો ઉપયોગ કરી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ગુન્હાખોરી પર અંકુશ રાખવા સૂચના આપવામાં આવી છે.
શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ઓનલાઈન એપ્લીકેશનનો ઉપયોગ કરી જે કામગીરી કરવામાં આવેલી હતી તે કામગીરીના ડેટાઉપરથી મૂલ્યાંકન કરી વષૅ ડિસે.૨૦૨૦ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ સ્ટેશનોમાંથી પ્રથમ ક્રમાંક બી ડીવીઝન પોલીસ સ્ટેશન, દ્વિતિય ક્રમાંકે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા કવચ, કે.પી.આઈ. ઈ. ગુજકોપ, ઈ પોર્ટલ, એપ્લીકેશનોમાં ડેટા એન્ટ્રીઓ પૂર્ણ કરી શ્રેષ્ઠ કામગીરી કરેલી હોય જેથી ઉમદા કામગીરી કરવા તથા કરાવવા બદ બંને પોલીસ સ્ટેશનને પ્રોત્સાહિત કરવા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોલીસ સ્ટેશન ઓફ ધ મંથનું પ્રશંસા પત્ર એનાયત કરામાં આવેલ છે.
ડિસેમ્બર ૨૦૨૦માં સારી કામગીરી કરનાર અને શહેરના અલગ અલગ પોલીસ મથક, બ્રાંચ અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા છ મહિલા સહિત ૨૦ કર્મચારીઓને સન્માનીત કરવામા આવ્યા છે. જેમાં એ.ડીવીઝન પોલીસના ઈતીશાબેન જોટંગીયા, બી.ડીવીઝનના સંજયભાઈ મિયાત્રા, કુવાડવા પોલીસ મથકનાં નિરવભાઈ વાણીયા, ભકિતનગરનાં નીતાબેન ચાવડા, આજીડેમ પો.મથકના સ્મિતભાઈ વૈશ્ર્નાણી, થોરાળા રમેશભાઈ માલકીયા, કંટ્રોલ રૂમનાં વિજયભાઈ સોઢા, ટ્રાફીકના ઈન્દ્રજીતસિંહ પ્ર.નગર હરેશભાઈ, યુનિ.ના મેહુલસિંહ, તાલુકાના વિજયગીરી, માલવીયાનગરના શ્રધ્ધાબેન, મહિલાના કાજલબેન, ખાસ શાખાના વિજયભાઈ, હેડકવાર્ટર કિર્તીબેન, પાસપોર્ટ શાખા, વજશીભાઈ, ક્રાઈમ બ્રાંચન પ્રતાપસિંહ, સાયબર ક્રાઈમના દયાબેન અને અરજી શાખાના હિતેન્દ્રસિંહ અને રીડર શાખાના રાજેશભાઈ લાઠીયાનો સમાવેશ થાય છે.