આઇઓસીના 7200 રીટેઇલ આઉટલેટ્સનું મેનેજમેન્ટ હવે રિલાયન્સ જીયોના હાથમાં
જિયોએ એસ.ડી.-ડબલ્યુ.એ.એલ. સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે આઇ.ઓ.સી.એલ.નો ઓર્ડર પ્રાપ્ત કર્યો છે. એસ.ડી.-ડબલ્યુ.એ.એલ. સોલ્યુશન્સ આઇ.ઓ.સી.એલ.ના રીટેલ ઓટોમેશન અને ક્રિટીકલ બિઝનેસ પ્રોસેસીસ જેવા કે પેમેન્ટ પ્રોસેસિંગ, ડેઇલી પ્રાઇસ અપડેટ્સ, રીમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ (આર.ડી.પી.) સોફ્ટવેર અને એન્ટરપ્રાઇઝ-ગ્રેડ કનેક્ટીવિટી સાથે નેટવર્ક મોનિટરીંગ, ક્વોલિટી ઓફ સર્વિસ અને 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24*7 સપોર્ટને ગતિ પ્રદાન કરશે.
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડની એન્ટરપ્રાઇઝ શાખા જિયોબિઝનેસ પાંચ વર્ષ માટે આઇ.ઓ.સી.એલ.ના 7200 રીટેલ આઉટલેટમાં એસ.ડી.-ડબલ્યુ.એ.એલ. સ્થાપિત કરશે અને તેનું સંચાલન કરશે. આ અંગે વાત કરતાં રિલાયન્સ જિયોના હેડ એન્ટરપ્રાઇઝ પ્રતીક પશિને જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે આઇ.ઓ.સી.એલ. દ્વારા જિયોની પસંદગી થવી તે ખૂબ જ ગર્વની બાબત છે.
અમે સમગ્ર દેશમાં અમારું મેઇડ ઇન ઇન્ડિયા નેટવર્ક સોલ્યુશન્સ દ્વારા સંચાલિત સૌથી મોટા એસ.ડી.-ડબલ્યુ.એ.એલ. નેટવર્ક સ્થાપિત કરીને આઇ.ઓ.સી.એલ.ની ડિજીટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાને સહયોગ આપીશું. મોટા પાયા પર અમલીકરણનો અમારો વિસ્તૃત અનુભવ આઇ.ઓ.સી.એલ.ને તેના સમગ્ર નેટવર્કમાં ઉચ્ચતમ પ્રદર્શનના સિમાચિહ્નો પ્રાપ્ત કરવામાં સહાય કરવા અને 7200 સાઇટ્સ પર જિયોની કનેક્ટિવીટીનો મહત્તમ લાભ મેળવવા અમને તકનિકી નિપૂણતાથી સજ્જ બનાવે છે. હકીકતમાં આ સમગ્ર ભારતમાં કોઇપણ ઉદ્યોગની સાથે-સાથે સમગ્ર એશિયામાં ઓઇલ એન્ડ ગેસ ઉદ્યોગમાં જઉ-ઠઅગ સોલ્યુશન્સનું સૌથી મોટું ડિપ્લોયમેન્ટ છે.
હાલમાં આ સોલ્યુશન ડિપ્લોયમેન્ટ 2000 કરતાં વધારે રીટેલ આઉટલેટ જિયોના જઉ-ઠઅગ સેટઅપ પર હોવા સાથે અગ્રીમ તબક્કામાં છે. જિયો તેની એન્ડ-ટુ-એન્ડ ડિજીટલ ઓનબોર્ડિંગ પ્લેટફોર્મ વીથ ઝીરો ટચ જઉ-ઠઅગ પ્રોવિઝનિંગ અને સિંગલ વર્લ્ડ ક્લાસ એન.ઓ.સી. ઇન્ટરફેસ પર તમામ 7200 રીટેલ આઉટલેટ્સના ઇન્ટીગ્રેટેડ વ્યૂનો ઉપયોગ કરીને આ પ્રકારની ઇન્ટીગ્રેટેડ મેનેજ્ડ સર્વિસીસ આપવા માટે સુદ્રઢ સ્થિતિમાં છે.