ઉંઝાને મુખ્ય ડિલીવરી સેન્ટર રખાશે: પત્રકાર પરિષદમાં માહિતી આપતા કપિલ દેવ

નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ) ખાતે હાલમાં જ શરૂ થયેલા ઘઉંનાં ઓપ્શન્સ ઇન ગુડ્ઝના સોદા માટે તથા આગામી દિવસોમાં શરૂ થનારા સફેદ તલનાં વાયદા માટે રાજકોટની ડિલીવરી સેન્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સફેદ તલનાં વાયદા માટ ઉંઝાને મુખ્ય ડિલીવરી સેન્ટર રાખવામાં આવ્યું છે.

રાજકોટ તથા અમદાવાદનાં પત્રકારો સાથેની વાતચીતમાં એનસીડીએકસના એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ-પ્રોડક્ટસ તથા બિઝનેસ ડેવલપમેન્ટ, કપિલ દેવે કહ્યું, કે કોમોડિટીનાં કારોબારમાં પરંપરાગત રીતે ગજરાતનો દબદબો રહ્યો છે, દાયકાઓ પહેલા સુરેન્દ્રનગર કપાસનાં વાયદાનાં ભાવ ઉપર આખા વિશ્વની નજર રહેતી હતી. આજે પણ એક્સચેન્જના કારોબારમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવે છે જેનો એનસીડેક્સને ગર્વ છે. ભારતનાં કૄષિ અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન અતિમહત્વપૂર્ણ હોય છે. તેથી જ એનસીડેક્સ ખાતે રાજસ્થાન બાદ બીજા નંબરના સૌથી વધારે  ડિલવિરી સેન્ટરો ગુજરાતમાં આવેલા છે.રોકાણની બાબત હોય કે હાજર બજારના વેપાર તથા ડિલીવરીની બાબત હોય, કોમોડિટીનાં વેપારમાં ગુજરાતના કારોબારીઓએ હંમેશા સક્રિય રહીને વેપારમાં યોગદાન આપ્યું છે. એનસીડેક્સ પર ચાલતા ચણા, એરંડા, ધાણા, જીરૂ, કપાસિયા ખોળ તથા કપાસ જેવી કોમોડિટીનાં વાયદામાં ગુજરાતનો નોધંપાત્ર કારોબાર રહ્યો હોવાનું કપિલ દેવે ઉમેર્યુ હતું.

હવે એનસીડેક્સ ખાતે ઘઉંના ઓપ્શન ઇન ગુડ્ઝ સોદા શરૂ થયા છે જેમાં પણ રાજકોટને વધારાના ડિલીવરી સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે ત્યારે અમને વિશ્વાસ છે કે એનસીડેકસ ગુજરાતમાં પોતાનો કારોબાર વધારી શકશે. એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર જીરાનાં વાયદામા  ખેડૂતો અને ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ) એ સક્રિય રહીને કામકાજ કર્યા છે. હવે ઘઉંના ઓપ્શનના સોદામાં રાજકોટ ડિલીવરી સેન્ટર છૈ અને આગામી દિવસોમાં

સફેદ તલના શરૂ થનારા વાયદામાં ઉંઝા મુખ્ય તથા રાજકોટ વધારાનું ડિલીવરી સેન્ટર હોવાથી ખેડૂતોને તેમની કૄષિપેદાશના ભાવનું જોખમ પ્રબંધન કરવા સરળતા રહેશે.

કોમોડિટીનાં કારોબારની દિશા બદલી શકે તેવી અનોખી પ્રોડક્ટસ માર્કેટ સમક્ષ લાવવામાં એનસીડેક્સે હંમેશા આગેવાની લીધી છે.ગત ૨૬ મી મેએ એનસીડેક્સે ભારતના સૌપ્રથમ ટ્રેડ થઇ શકે તેવા એગ્રિકલ્ચર કોમોડિટી ઇન્ડેક્ષ એગ્રિડેકસની શરૂઆત કરી છે. એક્સચેન્જના પ્લેટફોર્મ ઉપર ટ્રેડ થતી ૧૦ કોમોડિટીનાં ભાવની વધઘટના આધારે શરૂ કરાયેલા આ ઇન્ડેક્ષને સારો પ્રારંભિક પ્રતિસાદ મળ્યો છે. ત્યારબાદ સ્કાયમેટ સાથે મળીને એનસીડેક્સે હવામાનનો ઇન્ડેક્ષ શરૂ કર્યો છે.

હવે સરસવ, ઘઉં તથા મકાઇ-  ફીડ/ ઇન્ડસ્ટ્રી ગ્રેડ જેવી કોમોડિટીમાં ઓપ્શન ઇન ગુડ્ઝનાં સોદા શરૂ કરીને એકસચેન્જે નવી પહેલ કરી છે. આ કોમોડિટીઓ સાથે જોડાયેલા ખેડૂતો અને વેપારીઓ સૌને માલની આવકો શરૂ થાય ત્યારે થતી ભાવની મોટી વધ-ઘટ સામે જોખમનું પ્રબંધ ન કરવામાં આસાની રહેશે એવી એનસીડેક્સને આશા છે. ઘઉંનાં ઓપ્શનનાં ધારાધોરણો ઘઉંના વાયદા જેવા જ છે. નવા વાયદા શરૂ થવાનું કેલેન્ડર વાયદાની પાકતી મુદત, તથા ડિલીવરી સેન્ટરો આ ઓપ્શન તથા વાયદાના સોદા માટે સમાન રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.