દામનગર નગરપાલિકાની ચૂંટણી 2021માં ચૂંટાયેલા બોર્ડ માંથી પદા અધિકારીની ચૂંટણી યોજાઈ હતી. સીતારામ આશ્રમ ઢસા રોડ ખાતે ડેપ્યુટી કલેકટર ઉત્સવ ગૌતમ (આઈ એ એસ) સીરસ્તેદાર વીરાણી ચીફ ઓફિસર પુજારાની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી દંડક પક્ષના નેતાની અઢી વર્ષ ની ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી. દામનગર (ડ) વર્ગની છ વોર્ડ ની 24 બેઠકો ધરાવતી પાલિકાની સામાન્ય ચૂંટણી 2021માં 24 માંથી 22 બેઠક મેળવી ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ પૂર્ણ બહુમતીથી સતા મેળવી હતી. નવા ચૂંટાયેલા બોર્ડ માંથી પ્રમુખ તરીકે ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા ઉપ પ્રમુખ તરીકે ગોબરભાઈ નારોલા કારોબારી ચેરમેન તરીકે ધ્રુવભાઈ ભટ્ટ દંડક તરીકે આશાબેન ખખ્ખર પક્ષ ના નેતા તરીકે ખીમજીભાઈ કસોટીયા ની સર્વાનુમતે વરણી કરાય હતી. પદા ગ્રહણ નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કાર્યકરો અગ્રણી ઓ એ ઢોલ નગરા સાથે પાલિકા કચેરીમાં પ્રવેશ કર્યો હતો અને પાલિકાના મીટીંગ હોલ ખાતે નવ નિયુક્ત પદા અધિકારીઓને શહેરીજનોએ શુભેચ્છા પાઠવી હતી.