બગસરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા નવી કારોબારીની રચના કરવામાં આવી હતી જે કારોબારીની બહાલીની અપેક્ષાએ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાને આપવામાં આવેલ. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા બગસરા શહેર કોંગ્રેસની નવી કારોબારીના મુખ્ય હોદેદારો સહિતની ૧૫૦ સભ્યોની કારોબારી બનાવવામાં આવેલ હતી. આ ૧૫૦ કારોબારી સભ્યોની નિમણૂંકને જીલ્લા પ્રમુખ એ મંજુરી આપેલ છે.
જેથી આજ રોજ બગસરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ કરાણીયાએ મહામંત્રી ચિરાગભાઈ સુરેશભાઈ પરમાર, ઉપપ્રમુખ અનિલભાઈ સાવલીયા, ઉપ પ્રમુખ હુસેનભાઈ ફારૂકભાઈ હૈદરા, ઉપ પ્રમુખ ધીરૂભાઈ રણછોડભાઈ બાજકની નિમણૂંક આપવામાં આવી હતી. આ નિમણૂંકને બગસરા શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ જીલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ અનકભાઈ વાળા, જીલ્લા કોંગ્રેસના મંત્રી નાગભાઈ ધાધલ, જીલ્લા કોંગ્રેસના મંત્રી ભરતભાઈ ભાલાળા, જીલ્લા કોંગ્રેસના સંગઠન મંત્રી જમાલભાઈ સરવૈયાએ આવકારી અને શુભેચ્છા પાઠવી હતી.