‘અબતક’ની મુલાકાતમાં નવનિયુક્ત મહિલા આગેવાનોએ સંગઠનની રચના અને રણનીતિની આપી વિગતો
ગુજરાત સહિત દેશભરમાં લોકસભા 2024 ની ચૂંટણીની રાજકીય રીતે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આમ આદમી પાર્ટી મહિલા મોરચા દ્વારા રાજકોટ શહેરમાં સક્ષમ મહિલા આગેવાનોને સંગઠનની જવાબદારી સોંપી શહેર મહિલા મોરચા મા નિમણૂકો કરી છે, અબ તકની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ઇન્દુભા રાઓલ લીગલ સેલ પ્રમુખ આર કે બાબરીયા, રાજલબેન ગઢવી ,ગીતાબા જાડેજા; દક્ષાબા રાજગોર એ આમ આદમી પાર્ટી દ્વારા શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરી હોવાનું જણાવી આગામી 2024 ની ચૂંટણી પૂર્વે ’આપ” લોકોના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરી અન્યાય સામે લડત આપી એક સબળ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની જવાબદારી નિભાવશે , આમ આદમી પાર્ટી રાજકોટ શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની શહેર અધ્યક્ષ દિનેશભાઈ જોષી અને પ્રદેશના હોદ્દેદારોના સંકલનથી શહેર મહિલા મોરચા ની રચના કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી રાજકોટ શહેર મહિલા મોરચાના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે રાજલબેન ગઢવી, ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ખૂટ, માયાબેન સોનછાતરા, મહામંત્રી તરીકે શીતલબેન ગોહિલ, મંત્રી તરીકે અર્ચનાબેન કથીરિયા, ગીતા ગીતાબા જાડેજા, દક્ષાબેન રાજગોર ,સહમંત્રી તરીકે આબેદાબેન શેખ, ઈલાબેન મારુ ની વરણી કરવામાં આવી છે નવનિયુક્ત હોદ્દેદારોએ વર્તમાન સમયની પરિસ્થિતિ વચ્ચે લોકોના પ્રશ્નો માટે સતત લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.