ગીર સોમનાથ સ્થિત સાગરદર્શન ખાતે કલેકટરનાં અધ્યક્ષસ્થાને આરોગ્યશાખાનાં તબીબો માટે એક દીવસીય મિશન નિરામયા વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપ અંતર્ગત માતૃઆરોગ્ય,બાળઆરોગ્ય, સંપૂર્ણ રસીકરણ, સગર્ભાવસ્થામાં પાંડુરોગ, પોષણ, ક્ષયરોગ, વાહકજન્ય રોગ અને બિન સંક્રામક રોગનાં નિયંત્રણ અને આ વિવિધ રોગોને ઘટાડવા માટે તબીબોને કલેક્ટર સહિતના મહાનુભાવોએ માર્ગદર્શન આપી તંદુરસ્ત સમાજના નિર્માણમાં આરોગ્ય વિભાગની સહભાગિતા વિશે ગોષ્ઠી કરી હતી.
ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બામરોટીયાએ મિશન નિરામયા વર્કશોપની વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧લી જુલાઇથી ૧૦૦ દિવસની અંદર કોડીનાર અને સુત્રાપાડા સહિત બે તાલુકાની પસંદગી કરી મિશન નિરામયા વર્કશોપ અંતર્ગત કામગીરી કરવામાં આવશે
ઉપરાંત આરોગ્ય વિભાગની જુદી જુદી માનવ સ્પર્શતી જે તબિબિ કામગીરી સંપૂર્ણ ૧૦૦ ટકા સિધ્ધ થઇ નથી તે તુરંત સિધ્ધ કરવા જણાવી તેની ડેટા એન્ટ્રી તુરંત કરવા તેઓશ્રીએ ભારપૂર્વક સુચના આપી હતી. ડો.દીવ્યેશ ગૈાસ્વામી અને ડો.ચેતન સીકોતરીયાએ પાવર પ્રેઝેન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.