ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા દર્શાવી દેશનું નામ રોશન કરી રહી છે. તેમ ઈન્ડિયન એરફોર્સમાં અવની ચતુર્વેદીએ ફાઈટર જેટ ઉડાડી પ્રથમ મહિલા પાયલોટ બની છે. મીગ ૨૧ બિસોન ઉડાડી અવનીએ ઈતિહાસના પાનામાં પોતાનું નામ દાખલ કર્યું છે. જામનગરનાં આઈએએફમાંથી અવનીએ પોતાની ટ્રેનીંગ મેળવી હતી. તેનું ચયન આઈએએફ આગલી બેચ માટે મોકલવા પહેલાથી જ કરી લીધું હતુ.
મીસ ચર્તુવેદી, મિસ ભાવના કંઠ અને મિસ મોહાનાસિંહ એમ ત્રણ મહિલાઓને ફાયટર જેટની ટ્રેનીંગ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં સરકારે ફાયટર જેટ માટે મહિલાઓને પણ ટ્રેનીંગ આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઈન્ડિયન એરફોર્સને સફળતા મળી છે.
મીગ ૨૧ ઉડાડવાના અનુભવને અવની વર્ણવે છે કે તે મારા માટે એક અદભૂત એંહસાસ હતો, ભારતીય મહિલાઓ સક્ષમ છે. અને દરેકને પોતાની ક્ષમતા અને પ્રતિભાને વિકસાવવાની તક મળવી જોઈએ.