આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરતાં

કોટન કપડાં, લાકડાં અને સિમેન્ટ બ્લોકને પાણી અને ફૂગથી બચાવવાની નેનો ટેકનોલોજી વિકસાવતાં યુવા સંશોધકો:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણીએ પ્રત્યક્ષ સંશોધન નિહાળ્યું

 

અબતક, રાજકોટ

નયા ભારત (મેઈક ઈન ઈન્ડિયા) નાં ભારત સરકારના સ્વદેશી ટેકનોલોજી અને લોકલ પ્રોડકટ ” આત્મનિર્ભર ભારત’નાં અનુસંધાને દેશનાં યુવા વૈજ્ઞાનિકો અને ટેકનો બ્રેઈન મારફત વિકસાવાયેલ ” નવી પ્રોડકટ” સ્ટાર્ટઅપ તરીકે પ્રોજેકટ કરી શકાય તે માટે તા . 26 અને 27 ફેબ્રુઆરી 2022 ના રોજ વડોદરા ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખામાં ” મેકર ફેસ્ટ – 2022 ” નું આયોજન કરાયેલ છે . આ મેકર ફેસ્ટ એ ” મેકર મેળા’નું ભારતીય સ્વરૂપ છે . સૌપ્રથમ વર્ષ 2006 માં ” કેલિફોર્નિયા’હ ખાતે મેકર ફેઈર ( મેળા ) ની શરૂઆત થઈ હતી . હાલ વિશ્વમાં કુલ 200 જેટલા ’ મેકર ફેઈર (મેળા) ’ આયોજીત થાય છે. આ વિશિષ્ટ પ્રકારનાં મેળા (ફેઈર) માં દેશભરનાં યુવાનો મારફત બનાવાયેલી નૂતન ટેકનોલોજી ” કે જે પ્રોડકટ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય અને તેના મારફત સમાજ કે ઉદ્યોગોમાં ઉપયોગ થકી પરિવર્તન શક્ય હોય તેવા સંશોધકોની અરજીઓ મંગાવી તેનું નિષ્ણાંત તજજ્ઞો અને વૈજ્ઞાનિકો મારફત ચકાસણી (સ્ક્રૂટીની) કર્યા બાદ નવી ટેકનોલોજીની પ્રોડકટસનાં ડેમોસ્ટ્રેશને માટે સિલેકટ કરવામાં આવે છે અને આ ” મેકર મેળા’માં તેને નિહાળવા અનેક ઉદ્યોગપતિઓ , તજજ્ઞો , સ્ટાર્ટઅપ સપોર્ટર્સ / ફાઈનાન્સર આવે છે અને તેઓનો નૂતન ટેકનોલોજીનો આવિષ્કાર કરનાર સંશોધકો સાથે વાર્તાલાપ શક્ય બને છે જેના માધ્યમથી ભવિષ્યમાં નવી ટેકનોલોજી પ્રોડકટ તરીકે સ્ટાર્ટઅપનાં માધ્યમથી સમાજ સુધી પહોંચવાનું માધ્યમ ” મેકર ફેસ્ટ ’ ’ બને છે .

મેકર ફેસ્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી , શિક્ષણ , હેલ્થકેર , પર્યાવરણ , ફૂડ ટેકનોલોજી , ખેતી , આર્ટસ , પુન:પ્રાપ્ય ઉર્જા વગેરે ક્ષેત્રોનાં સંશોધકો પોતાના સંશોધનો રજૂ કરી શકે તેવું પ્લેટફોર્મ પૂરું પાડે છે . આ સિલેકટ થતાં સંશોધનો આવનારા સમયમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે અને નવી પ્રોડકટસ ડેવલોપ થઈ શકે તે પ્રકારનાં નિષ્ણાંતો મારફત પરિક્ષણ બાદ જ રજૂ કરવા મળે છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્ર વિષયનાં યુવા સંશોધકો ડો . દેવિત ધ્રુવ (ટીમ લીડર) , કુ . પાયલ જોષી (એમ.એસ.સી . સ્ટુડન્ટ) , કુ . વૈશાલી ચાંદેગરા (પીએચ.ડી. સ્ટુડન્ટ) અને નિસર્ગ રાવલ (પીએચ.ડી. સ્ટુડન્ટ) નું ” મેકર ફેસ્ટ – 2022’માં પસંદગી થયેલ છે . આ યુવા સંશોધકોની ટીમે ભૌતિકશાસ્ત્ર ભવનની ફંકશન ઓકસાઈડ પ્રયોગશાળામાં કોટનનાં કપડાં ઉપર ” સુપર હાઈડ્રોફોલિક અને એન્ટીમાઈક્રોબિસીલ ’ કોટીંગ સ્વદેશી નેનો ટેકનોલોજીથી તૈયાર કરેલ છે . આ નવાં કેમિકલનું કોટીંગ કાપડ , સિમેન્ટનાં પથ્થર અને લાકડા ઉપર કરી તેને કેવી રીતે પાણી અને જીવાણુંઓથી બચાવી શકાય તેનો લાઈવ પ્રયોગ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો . ગીરીશભાઈ ભીમાણીએ નિહાળેલ અને યુવા સંશોધકોની ટીમ અને ભવનનાં પ્રાધ્યાપક ડો . નિકેશભાઈ શાહ અને ડો . પિયુષભાઈ સોલંકી તથા ટીમ લીડર ડો .

દેવિતભાઈ ધ્રુવને અભિનંદન પાઠવેલ હતા .પાણી અને જીવાણુંથી કપડા , લાકડા અને સિમેન્ટનાં પથ્થરને બચાવતું સ્વદેશી ઓર્ગેનિક ” સુપર હાઈડ્રોફોલીક અને એન્ટી માઈક્રોબિસીલ ” કોટીંગ કેમિકલ મેકર ફેસ્ટ -2022 માટે પસંદ થયું છે . આ કોટીંગ કરવાથી કાપડ ભીનું થતું નથી . ઉપરાંત સિલ્વર નેનો પાર્ટીકલ્સનો ઉપયોગ થયેલ હોવાથી આ કાપડ એન્ટીમાઈક્રોબિયલ ગુણધર્મ ધરાવે છે એટલે કે કાપડ ઉપર પાણી કે અન્ય કોઈ ડાઘ નહીં લાગે તથા બેકટેરીયા , વાઈરસ , ફૂગ કે અન્ય જીવાણુંઓનો નાશ થઈ જશે . આ પ્રકારનાં કોટીંગનો મહત્ત્વપૂર્વક એક ઉપયોગ સમજાવતાં ડો . દેવિત ધ્રુવ જણાવેલ કે હોસ્પીટલમાં ઓછાળ , પિલો કવર , પેશન્ટ ગાઉન , ડોકટરનાં એપ્રોન વગેરે વસ્તુઓ ઉપર લોહી કે અન્ય પદાર્થો દ્વારા જીવાણુંઓ ફેલાવવાનો ભય હોય છે .

જ્યારે આ કેમીકલનાં કોટીંગ તે વસ્તુઓ ઉપર કરવાથી જીવાણુંઓ નષ્ટ થઈ જાય છે અને વિવિધ પ્રકારના ઈન્ફેકશન કે રોગો ફેલાવવાથી બચી શકાય છે . શ્રી પાયલ જોષીએ જણાવેલ કે આ કોટીંગ ખૂબ જ સરળ રીતે અને ઓછા ખર્ચથી કરી શકાય છે . તથા વારંવાર ધોવા છતાં અને ઉંચા તાપમાને પણ આ કોટીંગ ટકી રહે છે . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગશાળામાં તૈયાર કરાયેલ સ્વદેશી નેનો કેમિકલથી કેવી રીતે કોટીંગ કરી શકાય ? અને જુદાં જુદાં માધ્યમો તથા વસ્તુઓ ઉપર કોટીંગ કરવાથી શું શું ફાયદાઓ થઈ શકે ? તેને પ્રત્યક્ષ રજૂઆત ’ મેકર ફેસ્ટ -2022 ” વડોદરા ખાતે તા . 26 અને 27 ફેબ્રુઆરી સિલેકટ થયેલા ’ ’ ચાર ” સંશોધકોની ટીમ મારફત થવાની છે . ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પદાધિકારીઓ , અધિકારીઓ અને અધ્યાપકોએ ’ ’ યુવાટીમ” શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવેલ છે.વડોદરા ખાતે બે દિવસ લાઈવ ડેમોસ્ટ્રેશન માટે પસંદગી…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.