સાયન્સ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત આઈએનએસઈએફ રીઝીયોનલ સાયન્સ ફેર-૨૦૧૮માં સ્વ.એસ.જી.ધોળકિયા મેમો. શાળા સંકુલના પાંચ પ્રોજેકટ પસંદગી પામ્યા છે.
પસંદગી પામેલ પ્રોજેકટમાં ગોહેલ ધ્રુવીન અને બુદ્ધદેવ જેનીલ દ્વારા રાખમાંથી શાહી બનાવવાનો પ્રોજેકટ, કાચા શ્યામ દ્વારા ઈનોવેટીવ છત્રી, ઉપરા ધ્રુવ તેમજ સતીકુવર નિખીલ દ્વારા મસાજ મશીન, ગોસાઈ ધ્રુવીશા અને સખીયા બંસી દ્વારા અરણીના પામાંથી કાજલ બનાવવાનો પ્રોજેકટ અને લિંબાસીયા પુજા દ્વારા મગફળીના ફોતરામાંથી પ્લાયવુડ બનાવવું વગેરેનો સમાવેશ થાય છે.
પસંદગી પામેલ વિદ્યાર્થીઓ ૨૩ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અન્ય પસંદગી પામેલ પ્રોજેકટ સાથે સ્પર્ધા કરશે. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા તથા કૃષ્ણકાંતભાઈ ધોળકિયાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.