નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલીત શ્રી વિનોબા ભાવેને સેન્ટર શાળા નં.૯૩ના એચ.ટાટ આચાર્ય તરીકે ફરજ બજાવતા વનિતાબેન ડાયાભાઇ રાઠોડને આગામી તા.પમી સપ્ટેમ્બર શિક્ષણ દિન ના દિવસે રાજય પારિતોષીત માટે પસંદગી થઇ છે. જુનાગઢના વતની વનિતાબેન રાઠોડ ૨૦૧૨ થી રાજકોટ કોર્પોરેશનમાં એચ.ટાટ આચાર્ય તરીકે કાર્યરત છે. ગત વર્ષે તેમને નેશનલ ઇનોવેટીવ ટીચરનો એવોર્ડ એનાયત થયો હતો. વનિતાબેન રાઠોડની નવતર શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સાથે સહઅભ્યાસી પ્રવૃતિઓ જેવી કે, રમત ગમત, વિજ્ઞાન-ગણિત પ્રર્દશન, બાળમેળા, શિક્ષણમાં પ્રોજેકટ વર્ક, ગુણવતા લક્ષી શિક્ષણકાર્ય પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણ માવજત જાળવણી લોક સહયોગ દ્વારા શાળા વિકાસ સાહિત્ય લેખન, આર્ટિકલ લેખન, સામાજીક સેવાઓ વગેરે દ્વારા બાળકોને શિક્ષણ સાથે મૂલ્ય શિક્ષણ આપે છે.
એમણે શાળાનાં બાળકોને લઇ શોર્ટ ફિલ્મ નિર્માણ તથા રેડિયો પર નાટકો લખ્યા છે. દુરદર્શન પર પણ કાર્યક્રમ આપેલા છે. કોરોનાના વિકટ સમયે પણ તેમણે વિઘાર્થીઓ માટે રરપ વધુ વિડિયો બનાવી યુ-ટયુબ ચેનલ દ્વારા શિક્ષણ કાર્ય આપેલ છે.
મહાન ગઝલકાર અમૃત ઘાયલના જીવનકથન પર તેમણે અમૃતથી ઘાયલ સુધી પુસ્તક લખેલું છે. તથા તેમના આર્ટિકલનો સમુહ જીંદગીની શીખ પુસ્તકમાં સગ્રહ પામ્યા છે. ત્રણ વાર સ્ટેટ લેવલ ઇનોવેટીવ ટીચર તરીકે પસંદગી તથા સાત વાર શ્રેષ્ઠ આચાર્ય તરીકે પસંદગી પામ્યા છે.
આગામી પ સપ્ટેમ્બરે તેઓની રાજયપાલ એવોર્ડ માટે પસંદગી થયેલો શાશનાધિકારી તથા નગર પ્રાથમીક શિક્ષણ સમીતી ચેરમેનએ અભિનંદન પાઠવ્યા હતા.