એનસીસીના રાઈઝીંગ-ડેની પરેડ અને રક્તદાન શિબિર સાથે ઉજવણી

નામ નોંધણી શરૂ: દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વિસ્તરણની કામગીરી પ્રગતિ હેઠળ: એનસીસીના અધિક મહાનિર્દેશક મેજર જનરલ રોયનું કેડેટોને સંબોધન

રાજ્યના સરહદી વિસ્તારોમાં 3600 કેડેટસને એનસીસી ઉપલબ્ધ કરાવવા 20 સંસ્થાઓની ઉપલબ્ધ કરાવવા 20 સંસ્થાઓની પસંદગી કરાઈ છે અને નામ નોંધણી  પણ શરૂ થઈ ગઈ છે તેમ એનસીસીના 72માં રાઈઝીંગ-ડેની ઉજવણી પ્રસંગે એનસીસીના અધિક મહાનિર્દેશક મેજર જનરલ રોયે જણાવ્યું હતું.

દર વર્ષે એનસીસી દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે 22 નવેમ્બરના રોજ હતો. આ ઉજવણીના ભાગરૂપે તમામ એનસીસી ખાતે નાની પરેડ, ધ્વજવંદન અને રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે કોવિડ સંબંધિત તમામ માપદંડોનું પાલન કરવામાં આવ્યું હતું. એનસીસી દિવસના પ્રસંગે, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિદેશક મેજર જનરલ રોય જોસેફે ગુજરાત નિદેશાલયના તમામ કેડેટ્સ અને સ્ટાફને એનસીસી દિવસ 2020ની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2020 અલગ પ્રકારના પડકારો ભર્યું પસાર થયું છે. એનસીસી ગુજરાત નિર્દેશાલયના તમામ કેડેટ્સ અને કર્મચારીઓ એનસીસીના ઉદ્દેશનું પાલન કરવાની સાથે સાથે આ પડકારોને અસરકારક અને કાર્યદક્ષ રીતે સામનો કર્યો છે. ગત વર્ષ નોંધણીય ઘટનાઓને ફરી યાદ કરતા તેમણે વર્ષ 2020ના આરંભમાં પ્રજાસત્તાક દિવસ શિબિર નિમિત્તે ગુજરાત નિર્દેશાલયમાં કેડેટ્સ દ્વારા અપાયેલા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ યાદ કર્યું હતું.

વાસ્તવિક પડકારો લોકડાઉનના અમલ દરમિયાન શરૂ થયા હતા જેમાં આ નિર્દેશાલયના કેડેટ્સ નાગરિક વ્યવસ્થાતંત્રમાં સહકાર માટે નિયુક્ત થનારા સૌપ્રથમ કેડેટ્સ હતા. યોગદાન કવાયતના ભાગરૂપે, કેડેટ્સને 08 એપ્રિલ 2020થી 19 મે 2020 દરમિયાન 43 દિવસ સુધી સળંગ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કોવિડ-19 મહામારીના કારણે, ગુજરાતની વિવિધ બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત વર્તાઇ રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ગુજરાત એનસીસી નિર્દેશાલયે તેમના પ્રેરિત યુવાદળના સ્વયંસેવીઓ કેડેટ્સ તેમજ નિયુક્ત સ્ટાફ (સંરક્ષણ કર્મચારીઓને નાગરિકો બંને) સાથે મળીને આખા જુલાઇ મહિના દરમિયાન રાજ્યમાં વિવિધ શહેરોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરોનું આયોજન કર્યું હતું. યોગદાન કવાયત દરમિયાન નિર્દેશાલયના પ્રયાસોની સંરક્ષણ મંત્રી, ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના શિક્ષણ મંત્રી સહિત તમામ સ્તરે અત્યંત પ્રશંસા થઇ હતી તેમ તેમણે જણાવ્યું હતું.

આખા વર્ષ દરમિયાન વધુને વધુ આત્મવિશ્વાસ અને મજબૂતી સાથે આગળ વધીને નિર્દેશાલય રાજકોટ અને નાવલી ખાતે આવતા એનસીસી એકેડેમીના કેસોની પ્રગતિ કરવા માટે સમર્થ બન્યું હતું. 02 એર અને 06 નેવલ સિમ્યુલેટર્સ દ્વારા તાલીમમાં આધુનિકિકીરણનો અમલ કરી શકાયો છે જેને વિવિધ સ્થળોએ ફ્લાઇંગ અને નેવલ તાલીમ માટે તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં, અદ્યતન સ્પોર્ટ્સ શૂટિંગ રાઇફલ્સ પણ ખરીદવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.

ઈબીએસબીથી કેડેટ્સે તેમના વિસ્તારોમાં વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને અન્ય લોકોને પણ શારીરિક ફિટનેસ માટે પ્રેરિત કર્યા હતા અને પોતાના પરિવારો સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા યોગ કરીશું, કોરોના ભગાવીશુ અભિયાનની ચારેતરફથી ખૂબ જ પ્રસંશા થઇ હતી તેમ તેમણે જણાવ્યું હતું.

1606098272714

15 ઑગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એનસીસીના વિસ્તરણના ભાગરૂપે, ગુજરાત નિર્દેશાલય દ્વારા સરહદી વિસ્તારોમાં 3600 કેડેટ્સને એનસીસી ઉપલબ્ધ કરાવવા માટે 20 સંસ્થાઓ પસંદ કરીને આ દિશામાં નોંધનીય પ્રગતિ કરવામાં આવી હતી. આ સંસ્થાઓમાં નોંધણી શરૂ થઇ ગઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વિસ્તરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. એનસીસી દિવસ નિમિત્તે, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના અધિક મહા નિર્દેશક મેજર જનરલ રોય જોસેફે તમામ અધિકારીઓ, કર્મચારીઓ, કેડેટ્સ, એએનઓ અને નાગરિકો દ્વારા ઉત્કૃષ્ટ પ્રયાસોની પ્રસંશા કરી હતી.

પડકારજનક સ્થિતિમાંથી હાની વગર બહાર આવવા લોકોને માહિતગાર કરો

તેમણે તમામ લોકોને પોતાના આરોગ્યની તેમજ પરિવારના સભ્યોના આરોગ્યની કાળજી લેવાની સલાહ આપી હતી અને લોકોને આ પડકારજનક તબક્કામાંથી હાની વગર કેવી રીતે બહાર આવવું તે અંગે માહિતગાર કરવા માટે, તેમને નાગરિક ફરજો વિશે સમજાવવા અને જાગૃતિના અસરકારક સંદેશાવાહકો બનવા માટે અનુરોધ કર્યો હતો. એડીજીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમને આશા છે કે, આવનાર વર્ષમાં હજુ પણ બહેતર પરફોર્મન્સ અને વધુ સારા સીમાચિહ્નો પ્રાપ્ત થશે અને કોવિડ-19ના લોકડાઉનના કારણે ઉભા થયેલા અવરોધો ગઈઈના કેડેટ્સની તાલીમને અસર નહીં કરે.

મવડીમાં 45 કરોડના ખર્ચે બનનારી  એનસીસી એકેડેમી અંગે મહત્વની ચર્ચા

એનસીસી કેડેટોનું સિધ્ધિ બદલ ર્ક્યુ સન્માન

એનસીસી ગ્રુપ હેડ કવાર્ટરની મુલાકાત લેતા અધિક મહાનિર્દેશક મેજર જનરલ રોય

1606098307798

મવડીમાં રૂ.45 કરોડના ખર્ચે ઉભી થનાર નવી એનસીસી એકેડેમી અંગે રાજકોટની મુલાકાતે આવેલા એનસીસી નિર્દેશાલયના અધિક મહાનિર્દેશક મેજર જનરલ રોયલ જોસેફ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

એનસીસી નિર્દેશાલય, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણના અધિક મહા નિદેશક મેજર જનરલ રોય જોસેફે 20 નવેમ્બર 2020ના રોજ રાજકોટ ખાતે ગઈઈ ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. વાર્ષિક નિરીક્ષણના ઉદ્દેશથી તેમણે આ મુલાકાત લીધી હતી. જનરલ ઓફિસરને ગ્રૂપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન. તિવારીએ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ એનસીસી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી જેમાં રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની પ્રવૃત્તિઓ આવરી લેવામાં આવી હતી. બ્રિગેડિયર એસ.એન. તિવારીએ તાજેતરમાં જ 28મા ગ્રૂપ કમાન્ડર તરીકે પદભાર સંભાળ્યો છે તેમણે અધિક મહા નિદેશકને ખાતરી આપી હતી કે ગ્રૂપ તેમના દ્વારા અને એનસીસી મહાનિદેશક દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા મુખ્ય પરિણામ ક્ષેત્રો પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે અને આમ કરવામાં, તેઓ એનસીસીની પ્રવૃત્તિઓના તમામ તબક્કે ઉત્કૃષ્ટ પરિણામ આપવા માટે શક્ય હોય તેવા દરેક પ્રયાસ કરશે. અહીં મવડી ખાતે અંદાજે રૂપિયા 45 કરોડના અંદાજિત ખર્ચે નવી એનસીસી એકેડેમી આવી રહી છે તે અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

1606098307815

જનરલ ઓફિસરે રાજકોટ એનસીસી 2 ગુજરાત ગર્લ્સ બટાલિયનના તાલિમ ક્ષેત્રોની પણ મુલાકાત લીધી હતી જ્યાં તાજેતરમાં ખરીદવામાં આવેલી 0.22 વોલ્ટર કેકે 500 એક્સપર્ટ રાઇફલ્સ અને 0.177 ફેઇન્કેર્બઉ 800 બાય પ્રો રાઇટ મીડિયમ બ્લેક સિલ્વર રાઇફલ્સ (અંદાજે રૂપિયા 50 લાખની કિંમત) પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે. આનાથી કેડેટ્સના ફાયરિંગના કૌશલ્યમાં ખૂબ જ વધારો થશે. તેમણે બાદમાં ધર્મેન્દ્ર કોલેજના ઓડિટોરિયમમાં ગ્રૂપના કેડેટ્સને તેમને મેળવેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કર્યા હતા અને એએનઓ તથા જીસીઆઈ સાથે ઔપચારિક વાર્તાલાપ સત્રનું પણ આયોજન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.