રાજકોટના આંગણે યોજાનાર સાયન્સ ફેરમાં શાળાના ૮ બાળ વૈજ્ઞાનિકો પ પ્રોજેકટ સાથે ભાગ લેશે: સ્કુલના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા સાથે આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત
સાયન્સ સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા દર વર્ષે યંગ ટેલેન્સ ઇન્ડીય માઇન્ડર્સને વિશ્વસમક્ષ રજુ કરવા દર વર્ષે નેશનલ સાયન્સ અને એન્જીનીયરીંગ ફેર વર્ષ ૨૦૧૮ દરમિયાન રાઇપુર, રાજકોટ, દિલ્હી, સાલેમ, મેંગ્લોર, બેલગામ, બેંગ્લોર, અને પુને જેવા ભારતના વિવિધ શહેરના રીજછયોનલ ફેર નું આયોજન થયું. જેમાં ર૦૦૦ થી વધુ સંશોધન પ્રોજેકટ સબમીટ થયા હતા. તેમાંથી શ્રેષ્ઠતમ ર૧૦ જેટલા વૈજ્ઞાનિક સંશોધનો પ્રાદેશિક કક્ષાએ રજુઆત માટે પસંદગી પામ્યા હતા. આ પ્રોજેકટનું વિવિધ સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટી તથા એન્જનીરીંગ કોલેજના પ્રોફેસર દ્વારા જીણવટ પૂર્વકનું અવલોકન તેમજ વિઘાર્થીઓ સાથે તાર્કિક પ્રશ્નોતરી દ્વારા સર્વશ્રેષ્ઠ ૩૦ સંશોધન પ્રોજેકટ નેશનલ ફેર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ નેશનલ ફેર આગામી જાન્યુઆરી ૫-૬ દરમિયાન ગુજરાતના રાજકોટ શહેરમાં યોજાશે.
રાજકોટ અખે ધોળકીયા શાળા પરિવાર માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે ધોળકીયા સ્કુલના ૫-૫ પ્રોજેકટ આ વિજ્ઞાન મેળામાં રજુઆત માટે પસંદગી પામ્ય છે.
ધો.૧૧ સાયન્સમાં અભ્યસા કરતા જનક પીપળીયા એ તૈયાર કરેલા પ્રોજેકટ અંતર્ગત સર્વેક્ષણ દ્વારા તેમણે ચકાસ્યું કે વર્ગખંડમાં ચાલતા શિક્ષણ કાર્ય કે કોન્ફરન્સમાં ચાલતા પ્રેઝન્ટેશન દરયિમાન બધા જ વિઘાર્થીઓ-તાલીમાર્થીઓ સમગ્ર બોર્ડમાં લખેલા અક્ષરો સરળતાથીવાંચી
શકતા નજથી કારણ કે બારી અથવા લાઇટના પ્રકાશનું પરાવર્તન થવાને કારણે બોર્ડ પર રીફલેકશન સ્પોટ જોવા મળે છે. આ સમસ્યાને નિવારવા માટે બોર્ડની સરળતમ ગોઠવણ માટેનું સંશોધન કરી યોગ્ય અચળાંક શોધવા બદલ આ પ્રોજેકટ રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદગી પામ્યો છે.
ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા જેનીલ છત્રાળા એ પ્રોજેકટ રજુ કર્યો છે. જેમાં વાહનનોના સાયલેન્સરમાંથી નીકળતા ધુમાડા વાતાવરણને વધુ પ્રદુષિત છે. પરીણામે ગ્રીન હાઉસ અને ગ્લોબલ વોમિંગ જેવી સમસ્યા માટે જવાબદાર વાયુ પ્રદુષણ વધે છે. માટે જેનીલે નવિનતમ સાયલેન્સર બનાવ્યું છે. જેમાં ભોગાવો રેતી, મેગ્નેશીયમ, ઝીંક, કોલસી વગેરે મટીરીયલ ઉમેરવાના કારણે તેમાંથી નિળકતા ઘુવાડાનું શુઘ્ધીકરણ થાયછે. પરીણામે વાતાવરણમાં ફેલાતા પ્રદુષણમાં ઘટાડો થાય છે.
ધો. ૯ માં અભ્યાસ કરતા ઇશિતા ભટ્ટ અને જાનકીબા જાડેજાએ પ્રોજેકટ તૈયાર કર્યો છે. સામાન્ય રીતે બાઇક કે અન્ય ટુ વ્હીકલ ચલાવનાર વ્યકિત વાહન ચલાવતી વખતે સ્ટેન્ડ ચડાવવાનું ભૂલી જાય છે. તેવા સમયે અકસ્માત સર્જાવાની શકયતા રહે છે. માટે આ પ્રકારની સિસ્ટમ જોડવાથી વાહન ચલાવતી વખતે સ્ટેન્ડ આપ મેળે ચડી જાય છે અને અકસ્માતની શકયતા નિવારી શકાય છે.
ધો.૮ માં અભ્યાસ કરતા અમી ભુંડીયા અને ધ્રુવી ખખ્ખરે બાળકોનું ડિડનેપીંગ થતું અટકાવવા માટે પ્રોજેકટ તૈયાર કર્યો છે.
ધો.૮ માં અભ્યાસ કરતા કૌટિલ્ય વિઠલાણીએ ઓટોમેટીક રેઇન સેલ્ટર બનાવ્યું છે. સામાન્ય રીતે ખુલ્લામાં ખેતરોમાં કે ગોડાઉનમાં અનાજને કે પાકને ખુલ્લા સ્ટોર કરવામાં આવે છે જો તેના પર વરસાદ પડે તો તે બગડી જવાની શકયતા રહે છે. તેમજ મેદાની રમતો વખતે વરસાદ પડે તો મેદાન ખરાબ થાય છે. આથી પ્રસ્તુત પ્રોજેકટમાં તૈયાર કરેલ સિસ્ટમ ગોઠવેલ હોય તો વરસાદ પડવાની સાથે જ તાલપત્રી આપમેળે ઢંકાય જાય છે. તેથી ખેતરોમાં કે ખુલ્લા ગોડાઉનમાં અનાજનું બગડતું અટકાવી શકાય છે. તેમજ રમતોના મેદાનોને પણ સાંચવી શકાય છે.
ઉ૫રોકત પાંચેય પ્રોજેકટ નેશનલ ફેરમાં રજુ થવા જઇ રહ્યા છે. ત્યારે આ બાળ-વૈજ્ઞાનિકો પર સમગ્ર ધોળકીયા શાળા પરિવાર અને તેમન ટ્રસ્ટીઓ કૃષ્ણકાંતભાઇ અને જીતુભાઇ શુભેચ્છા સભર લાગણી વરસાવી રહ્યા છે. આ વિજ્ઞાનમેળામાંથી સર્વ શ્રેષ્ઠ પ પ્રોજેકટને અમેરિકામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળા માટે પસંદ કરવામાં આવશે.
ધોળકીયા સ્કુલના પ્રોજેકટોની સફળતા માટે ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા, કલ્પેશભાઇ કોઠાીર, નીપાબેન ગાંધી તથા ઐયરભાઇએ ‘અબતક’નીશુભેચ્છા મુલાકાત લીધી હતી.