૧૦મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનારા સમારોહમાં કેન્દ્રીય મંત્રી હરદિપસિંઘ પુરીના હસ્તે એવોર્ડ અપાશે
ઈન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ આયોજીત બેસ્ટ સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાજેકટ માટે રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટ સ્માર્ટ સિટી લી.ના ડિસેન્ટ્રલાઈઝડ બેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ પ્રોજેકટની કેન્દ્ર સરકારની દ્વારા ખાસ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત આજે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ અર્બન અફેર્સ દ્વારા રાજકોટના ઉપરોક્ત પ્રોજેકટને સર્ટીફીકેટ ઓફ મેરીટ માટે પસંદ કરવામાં આવ્યું છે. આગામી ૧૦મી જાન્યુઆરીના રોજ નવીદિલ્હી ખાતે યોજાનારા કોન્ફરન્સ કમ એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્ર સરકારના હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગના મંત્રી હરદિપસિંગ પુરી દ્વારા મહાપાલિકાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સમારોહમાં ભાગ લેવા અને બ એવોર્ડ સ્વીકારવા માટે મેયર બીનાબેન આચાર્યને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનમાં દેશના વિવિધ ૧૦૦ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ યો છે. જે તે શહેરની ઓોરીટીની સ્માર્ટ સિટીના પ્રોજેકટ માટે પ્રોત્સાહન મળી રહે તે આશ્રય સો સ્માર્ટ સિટી એમ્પાવરીંગ ઈન્ડિયા એવોર્ડ હેઠળ શ્રેષ્ઠ પ્રોજેકટ એવોર્ડ આપવામાં આવે છે.