તા. ૨૬.૯.૨૦૨૩ મંગળવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ બારસ, વામન જયંતિ, શ્રવણ નક્ષત્ર, સુકર્મા યોગ, બવ કરણ આજે સાંજે ૮.૨૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ ,સ,શ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે .
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
— વક્રી શનિ મહારાજ મોટા બાંધકામોમાં અડચણ આપી રહ્યા હતા
તા. ૨૬.૯.૨૦૨૩ મંગળવાર ને વામન જયંતિ છે. એક માસ અગાઉ અત્રે લખ્યા મુજબ ઘણા આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ થયો છે અને ઘણા દેશના સાચા ચહેરા સામે આવ્યા છે. અત્રે એક માસ પૂર્વે લખ્યા મુજબ કેનેડા તરફ પ્રવાહ ઘટ્યો છે અને વિદેશનીતિમાં મહત્વના ફેરફાર આવ્યા છે જે નોંધ આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ વળી વક્રી શનિની અસર નીચે વિશ્વના ઘણા આતંકી સંગઠન એકબીજાના સંપર્કમાં રહી વધુ વિધ્વંસક બનવા કોશિશ કરી રહ્યા હતા જે પ્રવૃત્તિ પર હવે લગામ કસી શકાશે. શનિના માર્ગી થવા સાથે અનેક બાબતો દિવા જેવી સ્પષ્ટ બનશે અને રાહુ અને કેતુના રાશિ પરિવર્તન સાથે વિશ્વના પ્રવાહોમાં મહત્વના ફેરફાર આવશે. શનિના માર્ગી થવા સાથે વિશ્વમાં અનેક મોટી ઇમારતો મંદિરો સ્ટેડિયમ થી લઈને શ્રેષ્ટ ઇન્ફ્રા ઉભું થતું જોવા મળશે અને આ બાંધકામો બેનમૂન થતા જોવા મળશે જ્યાં સુધી શનિ મહારાજ વક્રી રહ્યા ત્યાં સુધી બાંધકામ માં કોઈ ને કોઈ અડચણ આવી અને કેટલાક નિર્માણાધીન બાંધકામો તૂટ્યા કે આ પ્રકારની અનેક દુર્ઘટના હમણાં સુધી સામે આવી જે વિષે બહુ અગાઉ અત્રે લખી ચુક્યો છું પરંતુ નવેમ્બરમાં શનિ મહારાજ માર્ગી થવા સાથે ઘણી રાહત અનુભવી શકાશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨