બાકીદારો સામે વેરા વસુલાત શાખાની લાલ આંખ
શહેરના ત્રણેય ઝોનમાં બાકીદારો સામે મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ લાલ આંખ કરી રીતસર ઝુંબેશ છેડી છે. જેમાં ૨૧ મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આ દરમિયાન રૂા.૮૩ લાખની માતબર રકમની ટેકસ રીકવરી પણ કરવામાં આવી હોવાનું વેરા વસુલાત શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વેરા વસુલાત શાખા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ૮ મિલકતોને બાકી માંગણા સામે જપ્તીની નોટિસ આપી ૪૮ લાખની ટેકસ રીકવરી કરાઈ હતી. જ્યારે ઈસ્ટ ઝોનમાં ૬ મિલકતોને જપ્તીની નોટિસ આપી રૂા.૨૩ લાખની રીકવરી કરવામાં આવી હતી. ઉપરાંત ઈસ્ટઝોનમાં ૭ મિલકતોને જપ્તીની નોટિસ આપી રૂા.૧૨ લાખની ટેકસ રીકવરી કરવામાં આવી હતી. આમ કુલ ૨૧ મિલકતોને નોટિસ ફટકારતા વેરા વસુલાત શાખાને રૂા.૮૩ લાખની રીકવરી થવા પામી હતી. જેમાં વોર્ડ નં- ૨મા સરકારી યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ. ૩૫.૩૩ લાખ, વોર્ડ નં- ૬માં બિજેશ ટેકનોપ્લાસ્ટ યુનિટના બાકી માંગણા સામે કુલ રીકવરી રૂ.૯૯,૭૦૦/-, ક્રિષ્ના વાસણ ભંડાર યુનિટના બાકી માંગણા સામે કુલ રીકવરી રૂ.૧,૫૧,૦૦૦/-, શ્રી રામ ડેરી ફાર્મ યુનિટના બાકી માંગણા સામે કુલ રીકવરી રૂ.૬૦,૭૦૦/-, બટુકભાઇ મોનપરા ના યુનિટના બાકી માંગણા સામે કુલ રીકવરી રૂ.૩૦,૦૦૦/-, મારુતિ કૃપા સ્ટીલ ના યુનિટના બાકી માંગણા સામે કુલ રીકવરી રૂ.૭૧,૫૦૦/-, વોર્ડ નં- ૭માં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ પેંટાગોન પેપર ના યુનિટના બાકી માંગણા સામે નોટીસ આપેલ. ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ૫-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.૧,૯૮,૦૦૦/- લોટસ આર્કેડ માં આવેલ દુકાન નં.૨૧૨ ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૬૦,૦૦૦/-, વોર્ડ નં- ૦૮માં શ્યામનગરમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૫૦,૦૦૦/-, વોર્ડ નં- ૧૦માં આસ્થા હોસ્પીટલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૬૦,૯૫૭/- એવરેસ્ટ પાર્કમાં આવેલ શ્યામંતક કોમ્પ્લેક્ષ માં ૫-યુનિટના બાકી માંગણા સામે કુલ રીકવરી રૂ.૧,૯૨,૬૭૫/- સરકારી યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮,૪૦,૮૨૭/-, વોર્ડ નં- ૦૯માં રાજડિપ સોસાયટીમાં આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૨,૩૦૦/-, વોર્ડ નં- ૧૨માં વાવડી વિસ્તારમાં રીકવરી રૂ.૧,૯૦,૦૦૦/-, વોર્ડ નં- ૧૪માં લક્ષ્મીવાડી વિસ્તારમાં ૪-યુનિટને નોટીસ આપેલ તથા રીકવરી રૂ.૧,૦૦,૦૦૦/-, વોર્ડ નં- ૧૭માં અટીકા વિસ્તારમાં આવેલ ૩-યુનીટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૭૭,૦૦૦/- પરમેશ્વર ઇન્ડ. એરીયામાં આવેલ ૨-યુનિટના માંગણા સામે રીકવરી રૂ.૧,૪૦,૦૦૦/-ની વસુલાત કરી છે.