પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચના તથા મ્હે.ના.પો.અધિ.સા.જેતપુર વિભાગ જેતપુરના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુન્હા શોધી કાઢવા માટે પો.સ્ટાફના માણસો એ.એસ.આઈ નિરૂભા વાળા તથા એ.એસ.આઈ કમલેશભાઈ રાવળ તથા પો.હેડ.કોન્સ લાલજીભાઈ જાંબુકિયા તથા પો.કોન્સ. મનીષભાઈ વરૂ તથા પો.કોન્સ. ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. ચંદ્રસિંહ વસૈયા એમ બધા પો.કોન્સ. મનીષભાઈ વરૂ તથા ઘનશ્યામસિંહ જાડેજાને ખાનગી બાતમી રાહે હકિકત આધારે ધોરાજી જમનાવડ ગામ પાસે વાલા સીમડી જવાના રસ્તે ઈંગ્લીશ દારૂ કારમાં નીકળવાનો હોય જે આધારે વોચમાં હોય તે દરમયાન એક ફોરવ્હીલ કાર વાલા સીમડી ગામ તરફથી પુરઝડપે આવતી હોય તેને રોકવાની કોશીશ કરતા રોકાયેલ નહી અને પુરપાટ નિકળી ગયેલ જેથી તુરત જ તેનો પીછો કરતા ધોરાજી તરફ રેલવે ફાટક નજીક મામાદેવના મંદિરની નજીક સદરહુ કાર ચાલક કાર ઉભી રાખી રોડની સાઈડમાં જાળીમાં થઈ ભાગી ગયેલ જે મા‚તી અલ્ટો કાર હોય જેના રજી નં.જી.જે.૧૧ એ.બી.૧૮૬૬ પાછળની સીટમાં તેમજ ડેકીમાં જોતા પરપ્રાંતીય ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૧ રીઝર્વ વ્હીસ્કીની કુલ-૯ પેટી તથા માસ્ટર મોમેન્ટસ ડીલક્ષ પેટી હોય કુલ ૧૦ પેટીમાં કુલ ૧૨૦ બોટલો જોવામાં આવેલ જે એક બોટલની કિં. રૂ.૩૦૦/- લેખે ગણી કુલ બોટલની કિંમત રૂ.૩૬,૦૦૦ની ગણી તેમજ મા‚તિ અલ્ટો કાર રજી નં.જી.જે.૧૧ એ.બી.૧૮૬૬ની કિં. રૂ.૧,૦૦,૦૦૦/- ની ગણી કુલ મુદામાલ રૂ.૧,૩૬,૦૦૦/-નો ગણી તપાસ અર્થે કબજે કરેલ છે. કાર ચાલક કાર મુકી ભાગી ગયેલ હોય પકડવા પર આગળની તપાસ ચાલુ છે.
ધોરાજી નજીક કારમાંથી વિદેશી દારૂની બોટલ સહિત રૂ.૧.૩૬ લાખનો મુદામાલ જપ્ત
Previous Articleજયેશ રાદડીયાને વિક્રમી લીડથી જીતાડવા મતદારોનું વચન
Next Article દિલ્હીમાં વરસાદ પડતાં પ્રદૂષણમાં મળી રાહત