ઈડીએ જંગમ મિલકતોની જપ્તીમાં બેંક ખાતાઓ અને વાહનો સહિત ૪૧૪.૯૫ કરોડ રૂપીયાની મિલકત કબજે કર્યા
દેશના રાજદ્વારી ઈતિહાસમાં ભારે ચકચારી બને રોઝવેલી ચીટ ફંડ કંપની ફોડ કેસમાં ઈ.ડી. દ્વારા મિલ્કતોની ટાંચની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં ૪૬૮૫.૪૦ કરોડની સંપતિ જપ્ત કરી હોવાનો દાવો કર્યો હતો. ચીટ ફંડ કૌભાંડમાં રોકાણકારોના પંદર હજાર કરોડ રૂપીયા ફસાયા છે. આ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ જોયમલીયા, બગચી અને જોયસેન ગુપ્તાએ જપ્ત કરેલી મિલ્કતનું મૂલ્યાંકન કરી ૪૬૮૫.૪૦ કરોડ રૂપીયાની અસકાયમતો જપ્ત થયાનું નોંધ્યું હતુ.
સ્થાવર મિલકતો ઉપરાંત ઈડીએ જંગમ મિલકતોની જપ્તીમાં બેંક ખાતાઓ અને વાહનો સહિત ૪૧૪.૯૫ કરોડ રૂપીયાની મિલકત જપ્ત કરી છે. જેમાં ૭૨.૭ લાખ રૂપીયા રોકડા સોનાના ધરેણા, હિરા અને કિંમતી રતન સહિત ૪૧ કરોડ રૂપીયાની મિલકત રોઝવેલી ગ્રુપના મેસર્સ આદ્રજા ગોલ્ડ કોર્પોરેશન પાસેથી હાથમાં લીધા હતા.રોઝવેલી ચીટ ફંડમાં ફસાયેલા રોકાણકારોના રૂપીયા કંપનીની મિલ્કતો વેચીને ભરપાઈ કરવાની કવાયત હાથ ધરાઈ છે.