જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામે રાત્રીના યેલી ૩,૦૦૮૦૦ની ચોરીના ફરાર ૩ આરોપીઓને જૂનાગઢ એલસીબીએ અગતરાય ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. ચોરો ખેતરના ગોડાઉનમાંથી જીરૂ અને ચણાની ગુણીઓ પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. જેને એલસીબીએ સકંજામાં લઈ લીધા છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શનમાં જૂનાગઢ એલસીબીના આર.કે.ગોહિલ, એસ.એ.બેલીમ, વિજયભાઈ એચ.વી.પરમાર, બી.કે.સોનારા, સાહિલ સમા વગેરે કેશોદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન કેશોદ તાલુકાના કરેણી ગામે ખેતરના ગોડાઉનમાં રૂ.૩,૦૦,૮૦૦ના જીરૂ અને ચણાની ગુણીઓની ચોરી કરનાર ૩ શખ્સો અગતરાય ચોકડી પાસે ઉભા હોવાની બાતમી મળી હતી. આથી હકીકત વાળી જગ્યાએથી એલસીબીએ અમીત રાજકોટીયા, શૈલેષ અઘેરા, તેમજ ભરત ઉર્ફે ગણેશ ભુવાને પકડી પાડયા હતા. જો કે, ૩ શખ્સોની પુછપરછ કરતા કરેણી ગામની સીમમાં ચોરી કરવાની કબુલાત આપી હતી.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!