રાત્રીકરફ્યુનો કડક અમલ કરાવવા પોલીસ કમિશનરના આદેશથી બિડિવિઝન પોલીસે રાત્રિ કરફ્યુ દરમ્યાન ભગવતીપરામાંથી 980 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લઈ પોલીસને જોઈ બાઈક મુકી નાસી જતા બન્ને શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા મથામણ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બિડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એમ.બી. સુરા સહિના સ્ટાફ રાત્રિ કરફ્યુ દરમ્યાન ભગવતીપરામાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાઈક પર આવતા બે શખસો પોલીસને જોઈ બાઈક મુકી
નાસી છૂટતા પોલીસે તપાસ કરતા બાઈકના સાઈડના હુકમાં લગાવેલ ઝબલામાં શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો મળી આવતા એફ.એસ.એલ.ની ટીમને બોલાવી તપાસ કરતા આ જથ્થો ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.
બનાવને પગલે પોલીસે 9800 કિંમતનો 980 ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ બાઈક મળી કુલ રૂ. 29800ની મત્તા કબજે કરી પોલીસને જોઈ નાસી જનાર બન્ને શખસો સામે ગુનો નોંધી એડિવિઝન પોલીસ મથકના પી.આઈ. જોષીએ બન્ને આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.