જન્મ-મરણ વિભાગમાં સ્ટાફ વધારો: બેકલોગ ક્લીયર કરો
છેલ્લા ત્રણ દિવસથી જન્મ મરણના દાખલા કઢાવવા કોર્પોરેશનમાં અરજદારોની લાંબી લાઈનો જોવા મળે છે. દરમિયાન આજે ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ જરૂર પડે તો સિવિક સેન્ટરોમાં જન્મ મરણ વિભાગમાં સ્ટાફ વધારવા સૂચના આપી દીધી છે.
અરજદારો ઓનલાઈન સેવાનો લાભ લ્યે: ડે. મેયર ડો.દર્શીતા શાહ
ડે. મેયર ડો.દર્શીતાબેન શાહે જણાવ્યું હતું કે જન્મ મરણના દાખલા કાઢવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાવાના બદલે અરજદારો ઓનલાઈન દાખલા મેળવે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાંથી મરણ નોંધ વહેલી તકે કોર્પોરેશન ને મળે તે માટે ત્યાં પણ ચાર ઓપરેટર વધારી દેવામાં આવ્યા છે. ત્રણેય ઝોનમાં સ્ટાફ વધારવા ડીએમસીને સૂચના આપી દેવામાં આવી છે. કોર્પોરેશન કચેરીએ આવતા અરજદારોને મુશ્કેલીઓ ન પડે તે માટે મંડપ નાખવા સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. સામાન્ય રીતે રોજ 1000 દાખલા કાઢવામાં આવતા હોય છે. દરમિયાન ગઇકાલે 1500 દાખલા કાઢવામાં આવ્યા હતા. બેકલોગ ઝડપથી ક્લીયર થાય તે માટે પણ જરૂરી સૂચના આપવામાં આવી છે.લોકોને મોબાઈલ પર ડેથ સેર્ટિફિકેટ અંગે નો મેસેઝ આવ્યા બાદ ઓનલાઈન દાખલા કાઢી લેવામાં વધુ સહેલું રહેશે. કચેરીએ ધક્કા ખાવાના બદલે ઓનલાઈન દાખલા કાઢે. તેવી અપીલ ડે. મેયર ડો.દર્શીતા બેન શાહે અપીલ કરી છે.