નાના એવા બાળક વધેમાનની વીરતા,ધીરતા,શૌયેતા,નિડરતા અને નિભેયતાને કારણે શક્રેન્દ્ર દ્રારા દેવલોકની સુધમે સભામાં પ્રશંસા થવા લાગી એટલે એક દેવ ઈષોવશ થઈ પ્રભુની પરીક્ષા કરવા સાપનું રૂપ લઈ મિત્રો વચ્ચે ઉદ્યાનમાં આવી ગયો.બાળકો ભયભીત થઈ ભાગી ઝાડ ઉપર ચડી ગયા પરંતુ બાળ વધેમાને નિભેયતાથી સાપને હાથથી પકડી દૂર છોડી મુક્યો.ફરી વખત દેવ બાળકનું વૈક્રિય રૂપ લઈ વધેમાનની ટીમ સાથે રમવા પહોંચી ગયો.તેણે બાળ વધેમાન સાથે હોડ લગાવી.વધેમાન તેના ખંભે બેઠા એટલે તરત જ મોટું વિકરાળ રૂપ બનાવવા લાગ્યો.પ્રભુએ જ્ઞાનના ઉપયોગથી માયાવી દેવને જાણી લીધો.અનંત શકિતના ધારક વીર વધેમાને એક જ મુક્કો માર્યો એટલે દેવ વિરાટમાંથી વામન જેવડો થઈ ગયો,તરત જ દેવે હાર કબુલી લીધી.પ્રભુની ક્ષમા માંગી સ્વ સ્થાને પરત ચાલ્યો ગયો.આ પ્રસંગથી દેવલોકના દેવો બોલી ઉઠ્યા આ તો ” વીર નહીં પરંતુ મહાવીર અને શૂરવીર છે.”
યુવાવયે અનાસક્ત ભાવે ભોગાવલી કર્મોને ભોગવી લીધા. ધર્મ પત્ની યશોદા સાથે સંસાર સબંધે જોડાણા અને પ્રિયદશેના નામે સુપુત્રી પણ થઈ. માતા ત્રિશલાના ગર્ભમાં હતાં ત્યારથી જ ત્રિલોકીનાથે નક્કી કરેલ કે માવિત્રોના દેહ વિલય પછી જ વડીલ બંધુ નંદીવધેનની અનુજ્ઞા લઈ સંય ધમેનો સ્વીકાર કરીશ.દીક્ષા પૂર્વે સતત એક વષે સુધી લાખો સોના મહોરોનું વરસીદાન દઈ દાન ધમેની પ્રેરણા અને પ્રરૂપણા કરી. નવ લોકાંતિક દેવો પ્રભુને કહે ધમે પ્રવેતાઓ…ધમે પ્રવેતાઓ.
માગસર વદ દશમના શુભ દિવસે 30 વષેની ભર યુવાન વયે ત્રીજા પ્રહરમાં છઠ્ઠ તપસ્યા સહિત ક્ષત્રિયકુંડ નગરના જ્ઞાત ખંડ ઉદ્યાનમાં સ્વયં પંચ મુષ્ટિ લોચ કરી સમસ્ત સ્વજનો – પરિજનો અને સારાયે સંસારનો ત્યાગ કરીને અનંતા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી.સંયમ અંગીકાર કરતાં જ પ્રભુને મન : પયેવજ્ઞાન પ્રગટ થયું. પ્રભુ મહાવીરે અજોડ સાધના – આરાધના કરી કર્મોના ભુકા બોલાવી કેવળ જ્ઞાન ,કેવળ દશેનને પ્રાપ્ત કર્યાબાદ જગતને સદ્દબોધ આપ્યો.
ચાલો….આપણે પણ કલ્યાણકારી, મંગલકારી એવા મહા સ્વપ્નાઓનું મહાત્મય જાણીયે….
(1) હાથી : હે માતા… આપનો પુત્ર જગતમાં હાથીને જેમ નિભેય થઇને વિચરશે.
(2) ઋષભ: આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય – કષાયરૂપી કાદવ – કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.
(3) સિંહ : આ શુરવીર પુત્ર સિંહ ળની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર – નિભેય બનીને વિચરશે.
(4) લક્ષ્મી : હે માતા …આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મીને વરશે.
(5) પુષ્પની બે માળા : આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધમે સમજાવી તીથેની સ્થાપના કરશે.
(6) ચંદ્ર : હે માતા… આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.
(7) સૂયે : આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી,દીપક અને સૂયે સમાન તેજસ્વી – ઓજસ્વી બનશે.
(8) ધજા : જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર – સુદૂર ફેલાશે.
(9) કળશ : અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ…જિનવાણી રૂપી જગતને જ્ઞાનામૃત પીવડાવશે.
(10) પદ્મ સરોવર : શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.
(11) ક્ષીર સમુદ્ર : હે માતા…તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર અને નાથ બનશે.
(12) દેવ વિમાન : સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા… તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.(13) રત્ન રાશિ : ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.(14) અગ્નિ : હે…રત્નકુક્ષિણી માતા…જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશેનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર તીથઁકર બનશે.