લોખંડી પુરૂષના લોખંડી સંકલ્પો સોમનાથ મંદિરનો કરાવ્યો ર્જીણોઘ્ધાર: આજે ઉજવણી
ઇતિહાસની કાલીમાં જેવા સોમનાથ મંદિર પર વિધર્મીઓની ચઢાય અને ખંડીત મંદિરને નવા રંગરુપ આપી સનાતન ધર્મનું ગૌરવ વધારવા પ્રથમ ગૃહમંત્રી અને અખંડ ભારતના રચિયતા સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિર જીણોઘ્ધારનો સંકલ્પ આજના દિવસે કર્યો હતો.સરદાર વલ્લભભાઈ પટેલ ભારતદેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી ત્યાર બાદ નૂતન વર્ષે 13 નવેમ્બર 1947 ના રોજ સોમનાથ આવેલ, સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું, તેઓએ સોમનાથ મંદીરનાં પુન:નિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંક્લ્પ કરેલ, આ સંકલ્પને 75 વર્ષ પૂર્ણ થયા છે.
કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને નિહાળવા જીવિતના રહ્યાં નહોતા પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે, આજરોજ શ્રી સોમનાથ મંદિર સંક્લ્પ દિવસ નિમિત્તે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી જેમાં તિર્થપુરોહિતો શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી તથા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે સાંજે ખાસ વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરાયું છે.