આ અભિયાન અંતર્ગત તળાવ ચેક ડેમ અને નદી -નાળાને ઊંડી ઉતારવાનું અને શુદ્ધિકરણનું કાર્ય બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. આજ રોજ આ અભિયાન સમાપન સમારોહ પ્રસંગે રાજકોટ જિલ્લાની કામગીરીનું રાણસીકી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા તૈયાર કરેલ વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.
કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર સહીત અગ્રણીઓએ આજ રોજ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી તેમજ જિલ્લામાં થયેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. લગભગ 50 જેટલા બેનર્સ ફોટોગ્રાફ દ્વારા કામગરી પૂર્વે તેમજ હાલની નદી તળાવની સ્થિતિનું ખુબ સુંદર રીતે નિદર્શન કરતા મંત્રીશ્રી રાજકોટ જિલ્લાની કામગીરીની માહિતી મેળવી કામગીરી અંગે સંતોષ સાથે ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રંસગે માહિતી કચેરી રાજકોટ માહિતી મેનેજર શ્રી દર્શન ત્રિવેદી એ કામગરીરી અંગે વિગત મહાનુભાઓને પુરી પાડી હતી. આ પ્રંસગે કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ જોડાયા હતા..
પ્રદર્શન નિદર્શન સમયે મંત્રીશ્રી પરમાર સાથે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય જશુબેન કોરાટ, પ્રવીણભાઈ માકડીયા મહાનુભાઓ સર્વેશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, , ડી.કે. સખીયા, જેન્તીભાઇ ઢોલ, ભાનુભાઇ મેતા, ભરતભાઈ બોઘરા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા