નવરાત્રીમાં ચણીયાચોળીમાં દેખાતી યુવતીઓની છેડતી કરતા વિચાર કરજો. ક્યાક એ મહિલા પોલીસ ન હોય ! શુક્રવારે મોડીરાતે અમદાવાદ મહિલા ક્રાઈમબ્રાંચે મહિલા પોલીસની ડિકોય ટીમે તરખટ રચીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી 14 શખ્સોને ઝડપ્યા છે.
નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસે ખાસ એન્ટી ડિકોય ટીમ બનાવી છે. જેમણે તરખટ રચીને નવરાત્રીના પ્રથમ રાતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેડતી કરતા શખ્સોને ઝડપ્યા હતા. રાત્રી દરમિયાન એન્ટી ડિકોય ટિમની મહિલાઓ પોતાની ઓળખ છૂપાવીને શહેરના વિવિધ વિસ્તારોની જાહેર જગ્યાઓ, કલ્બો, ખાણીપીણીના બજારોમાં કરી રહી હતી.
ત્યારે તેમની સાથે છેડતી કરતા 14 શખ્સો ની અટકાયત કરાઈ છે. જેમને મોડી રાતે શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં લાવવમાં આવ્યા હતા. જ્યાં શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તથા તમામ શખ્સો સામે ગુનો નોંધયા બાદ જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોંપાયા.
ખાસ કરીને નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ પોલીસ સક્રીય બની છે. અમદાવાદ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાચના અધિકારીઓ દ્વારા મહિલાનોઓની સુરક્ષાને લઈને એક્સન પ્લાન ઘડેલો છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ કવાયતો હાથ ધરાઈ છે.
ગરબા કરવા જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે કવાયત હાથ ધરી છે. જેના અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં એન્ટી ડિકોય ટીમ ગોઠવાઈ છે. જેમા પુર્વ, પશ્ચિમ અને SOG તથા સાયબર સેલની મહિલા અધિકારીઓની 2 ટિમ, મહિલા હેલ્પ લાઈન-181 ની 10 ટિમ તેમજ અન્ય 5 ટીમો કાર્યરત છે.તથા ગરબામાં જતી મહિલાઓને તેમની સુરક્ષાને લઈને હવે ડરવાની જરૂર નથી મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં કદાચ તમારી આજૂબાજૂ જ છે.