દેશભરમાં અત્યારે ખેડૂતોની સમસ્યા પર ભારે તંગદીલી છે.ત્યારે અમરેલી માર્કેટ યાર્ડ દેશનું પેહલું એવું યાર્ડ બનવા જઈરહ્યું છે.જ્યાં માલ સમાન ને લઈને આવતા તમામ ખેડૂતો,વેપારીઓને યાર્ડ દ્વરા વિનામૂલ્યે ભોજનની સુવિધા પૂરી પડવાનું આયોજન થઈ રહ્યું છે.આ સાથે સાથે ખેડૂતો વેપારી ને સરળતાથી માહિતી મળીરહે તેમાટે વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે.
ખેડૂતો અને વેપારી માટે ડાયનીંગ હોલ પણ બનાવામાં આવ્યો છે. ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે . તમામ લોકોને બે શાક, રોટલી, રોટલા, દાળભાત, છાશ સહીતની ફુલ ડિશ આપવામા આવશે. તેલોકોએ અહી પત્રકારોને જણાવ્યું હતુ કે અહી ખેડૂતોને રાત્રી રોકાણ માટે હોટેલ પણ બનાવવામા આવી છે. જેમા ખેડૂતો, વેપારીઓને રહેવાની વિનામુલ્યે સુવિધા પુરી પાડવામા આવશે.
હાલમા ખેડૂતો, વેપારીઓ સહિત તમામ લોકોને અને રાજય બહારના લોકોને પણ અમરેલી માર્કેટીંગયાર્ડ અંગે તમામ માહિતી સરળતાથી મળી રહે તે માટે વેબસાઇટ પણ લોંચ કરવામા આવી છે. www.apmcamreli.com સાઇટ પરથી લોકોને સરળતાથી યાર્ડ અંગેની માહિતી રોજેરોજના બજારભાવ, વેપારીઓની માહિતી, બજાર વિસ્તારના ગામો, ખેડૂતોની સુવિધાઓ વિગેરે અંગે માહિતી મળી રહેશે.