આજે દુનિયા ભરમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.યુપીની રાજધાની લખનઉના રમાબાઈપાર્કમાં પીએમ મોદીએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.કાર્યકર્મ પહેલાં વરસાદ પડ્યોહોવા છતાં મોટી સંખ્યામાં લોકો યોગ કરવામાટે આવ્યા હતા.
મોદીએ લોકોને સંદેશો આપતા કહ્યું કે….
– મોદીએ કહ્યું કે લખનઉના લોકોનો યોગ માટેનો પ્રયત્ન અભિનંદનને પાત્ર છે.
– યોગ દુનિયાને જોડવાનું કામ કરી રહ્યું છે. ત્રણ વર્ષમાં યોગ શીખનારા લોકોની સંખ્યા વધી છે.
– ભારતમાં પણ યોગનું શિક્ષણ લેવાની પ્રથા બનતી જાય છે. વિશ્વમાં યોગ દ્વારા નોકરીઓનું બજાર તૈયાર થઈ રહ્યું છે.
– યોગને તમારા જીવનનો હિસ્સો બનાવો. સ્વસ્થ મનથી જીવન જીવવાની કળા યોગથી મળે છે.
– જેમ જીવનમાં નમક જરૂરી છે તેવી રીતે યોગને પણ જરૂરી બનાવો.
– યોગ સ્વયં પણ વ્યકિતથી સમષ્ટિ સુધીની યાત્રા છે. એક સમયે ઋષિઓની સાધનાનો માર્ગ હતો. સદી બદલાતી ગઇ. આજે યોગ ઘર-ઘરનો હિસ્સો બની ગયો છે.
– વિશ્વના અનેક દેશો જે આપણી ભાષા, સંસ્કૃતિ નથી જાણતા પરંયતું યોગના કારણે સમગ્ર વિશ્વ ભારત સાથે જોડાવા લાગ્યું છે.
– યુનાઈટેડે નેશને જ્યારથી યોગને માન્યતા આપી છે ત્યારથી વિશ્વનો કદાર કોઇ એવો દેશન નહીં હોય જ્યાં યોગનો કાર્યક્રમનો નહીં થતો હોય.