આપણે ફિલમમાં સ્પાઈડરમેન ની સ્ટોરી સાંભળી છે.તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિના વિષે વિચાર્યું છે?જે રિયલ લાઈફમાં સ્પાઇડરમેન છે.આ છોકરાની ઉમર માત્ર ત્રણ વર્ષ છે.આ છોકરાનું નામ અર્હત હોસીન છે જે ૧૦ ફુટ ની ઉંચાઈએ પલ્ક્ઝ્બકતા જ હાથની મદદથી ચઢી જાય છે.
અર્હ્તએ આની શરૂઆત પોતાના લીવીંગ રૂમમાં ભણતાની સાથે રમત રમતમાં કરી હતી.જ્યારે એના પિતાએ આ કલાને પહેલી વખત નીહાળી ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.અર્હત ના પિતાનું નામ મોહમમ્દ અને માતાનું નામ ફાતેમા છે.અર્હતના પિતાનું કહેવું છે કે આના માટે અર્હ્ત ને કોઈ ટ્રેનીગ નથી આપી એનામાં આ ગુણ પાકૃતિક રૂપથી છે જ ટે રોજ ૨૦ થી ૨૫ મિનીટ સુધી આ કલાની ટ્રેનીગ ખુદ જ કરે છે.
અર્હ્તના પિતા એ જણાવ્યુંકે પહેલી વખત હું નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે એણે મારા હાથને પકડયો અને આંગણી કસીને જકડી લીધી સાથો સાથ જમીનથી મુવ થવા લાગ્યો આ સમયે મને આ શક્તિનો અહેસાસ થયો અર્હ્ત બોવજ એક્ટીવ બાળક છે અને દરરોજ ૨૦ મીનીટ કસરત પણ કરે છે.અને તેને સ્પોર્ટ્સમાં પણ રૂચી છે.
એના વિડીયો ઈન્ટરનેટ પર ખૂબજ પોપ્યુલર થયો છે જેમાં એની ટ્રીક્સ દેખાડવામાં આવી છે.આમ તે દીવાલ પર ચઢવામાં કે અન્ય અભ્યાસો ૧૦ મિનીટથી વધારે સમય સુધી કરી શકે છે.આ સિવાય અર્હ્ત યોગા,સ્પ્લીટ મારવું,પારંપરિક જીમ્નાસ્ટીક કરવું વગેરેમા બધામાં હોશિયાર છે.