આપણા ગુજરાતમાં અનેક ધોધ આવેલા છે. જેમાંથી કોઈ મોટા છે તો કોઈ નાના; પણ એમાંનો એક ધોધ ખૂબ જ જાણીતો છે. તે છે ગીરા ધોધ.જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગીરા નદી ઉપર આવેલો “ગિરમાળનો ધોધ” અને “વન દેવીનો નેકલેસ” એટલે ગીરા નદીનો યુ આકારનો વળાંક ચોમાસાની ઋતુમાં મનમોહક બની ખીલી ઉઠયા છે. કુદરતે અહીં છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. જે ચોમાસામાં મનમોહક બની જાય છે. . જેના કારણે આ ઋતુ દરમ્યાન અસંખ્ય પ્રવાસીઓ આ સુંદરતાને માણવા ઉમટી પડે છે.
ચોમાસું ની શરૂઆત થતાજ ડાંગ જિલ્લાની ચારેય નદીઓ સક્રિય બને છે. આ નદીઓમાં વહેતાં ઝરણાંઓ આકર્ષકનું કેન્દ્ર બને છે. આ ધોધ આશરે 300 ફૂટ ઊંચેથી પડે છે. ચોમાસાની ઋતુ દરમ્યાન ગીરા નદીનાં પાણીની આવક સાથે ગિરમાળનો ધોધ સક્રિય બને છે. ગિરમાળનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાંય પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ અહી અચૂકપણે મુલાકાત લઈ યાદગાર સંભારણુ બનાવે છે.
જ્યારે ગિરમાળ ગીરા ધોધ જતા પહેલા ગીરા નદી પર આવેલ અન્ય આકર્ષક સ્થળ એવા વનદેવીનો નેકલેસની વાત કરીએ તો ચોમાસાની ઋતુ દરમ્યાન નદીનાં યુટર્ન આકારમાં ડહોળુ પાણી લીલીછમ વનકન્દ્રાઓની સુંદરતામાં વધારો કરે છે. આ લીલી વનકન્દ્રાઓને ગીરા નદીનો પાણીથી ભરેલો યુટર્ન આકાર આભૂષણ તરીકે નેકલેશની ગરજ સારતા આ સ્થળ વનદેવીનાં નેકલેસ તરીકે પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવે છે.
કેમ પડ્યું ગીરા ધોધ નામ?
વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે. નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે ઓળખવામાં આવે છે.
ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે. અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.