મુખ્યમંત્રી આજે ગુજરાતનાં સૌથી ઊચા 67 મીટરના રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું હતું.વડોદરા શહેરના સમા તળાવ પાસે બનાવેલા ફ્લેગ ગાર્ડનમાં આવેલા ધ્વજને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.તદ ઉપરાંત તેમણે ગુજરાતનું પ્રથમ રૂફ ટોપ સોલાર સિસ્ટમ સાથેના અત્યાધુનિક હરણી પોલીસ મથકનું ઉદઘાટન કર્યું હતું.
આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર ચોટલી કાંડને બોગસ અને ઉપજાવી નાખેલી વાત કહી હતી.