કેવડિયામાં બનેલી વિશ્વની સૌથી પ્રતિમા વિશ્વભરના લોકો માટે આકર્ષનનું કેન્દ્ર બન્યું છે , સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને ખેચી લાવવા કેવડિયામાં હેલીકોપ્ટરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે સેહલાનીયો હવે રૂ . 2900 ખર્ચીને 10 મિનિટ સુધી સ્ટેટયું ઓફ યુનિટીની આસપાસ હવાઈ મુસાફરી દ્વારા ફરી શકે છે , જેમાં એક ટ્રિપમાં 7 જેટલા મુસાફરોને એકી સાથે હવાઈ મુસાફરી કરી શકે છે .
દિલ્લીની એવિયેશન કંપનીએ કેવડિયામાં હેલીકોપ્ટરની સેવા શરૂ કરી છે લીમડી ખાતે જે .પી કંપનીના હેલીપેડ દ્વારા શરૂ કરાયેલ સેવન સીટર હવાઇ સેવાનો લ્હાવો લઈ શકો , સ્ટેટયું ઓફ યુનિટી ખાતે શરૂ કરાયેલ હેલિક્પ્તર સુવિધાથી વધુ સેહલાનીઓને આકર્ષી શકશે
ઉલ્લેખનીય છે કે , હેલીકોપ્ટરની સેવા શરૂ થયાને પહલાજ દિવસે પ્રવાસીઓની હવાઈ મુસાસફારી માટેની લાંબી લાઈનો લાગી હતી , ગુજરાત પ્રવાસન દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવશે હેરિટેજ એવિએશનના સંચાલક બ્રિજમોહને જણાવ્યુ કે હેલીકોપ્ટરમાં એકી સાથે 7 મુસાફરોને બેસાડી શકાશે પ્રવાસીઓ ગુજરાત ટુરિઝમની વેબસાઇટ ઉપરથી પણ હેલીકોપ્ટરનું બૂકિંગ કરવી શકે છે